મુંબઇઃ કોરોના વાયરસના કારણે આખા દેશમાં સંકટ પેદા થઇ ગયુ છે, અને હાલ દેશવ્યાપી લૉકડાઉન ચાલી રહ્યું છે. સંકટને ઓછુ કરવા માટે પોલીસ લોકો પાસે લૉકડાઉનના નિયમોનુ સખ્તાઇથી પાલન કરાવી રહી છે. આ માહોલમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે, સલમાન ખાનના પિતા સલીમ ખાનને લૉકડાઉનના નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યાં છે.


રિપોર્ટ છે કે, સલીમ ખાને લૉકડાઉનના નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે, લોકડાઉનના નિયમ તોડીને સલીમ ખાન મૉર્નિંગ વૉક કરવા જઇ રહ્યાં છે. બ્રાંદ્રાના રહેવાસી એક શખ્સે દાવો કર્યો હતો કે સલીમ ખાન દરરોજ સવારે અડધો કલાક ટહેલવા નીકળે છે.

જોકે, લૉકડાઉનના નિયમો તોડવાના મામલે સલીમ ખાને સ્પષ્ટતા કરી છે કે, હું છેલ્લા 40 વર્ષથી સવારે કબૂતરોને દાણા નાખવા જાઉં છું.

સરકારી આદેશ અનુસાર, લોકો ત્યારે જ ઘરની બહાર નીકળી શકે છે જ્યારે તેમને કોઇ સામાન ખરીદવાનો હોય, ખાસ કરીને જરૂરી સામાન કે દવા.

ઉલ્લેખનીય છે કે, દેશમાં જ્યારથી લૉકડાઉન લાગુ થયુ છે ત્યારથી સલીમ ખાન મુંબઇમાં છે અને સલમાન ખાન સહિત આખી ફેમિલી ફાર્મહાઉસમાં રહી રહી છે. આ પહેલા સલમાન ખાને આ વાતનો ખુલાસો કર્યો હતો.