વિક્કી કૌશલે ગુરુવારે ટ્વીટ કરતા સ્પષ્ટ કર્યુ કે તેના વિશે લૉકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરાયુ છે, તે સમાચાર પાયાવિહોણા છે. ખરેખરમાં વિક્કી કૌશલ વિશે એવા સમાચાર સામે આવ્યા હતા કે તેને લૉકડાઉનનુ પાલન ન હતુ કર્યુ અને પોલીસે તેને પકડી લીધો હતો. આના પર હવે એક્ટરે પોતાના ફેન્સને અનુરોધ કર્યો છે કે તે અફવાઓ પર ધ્યાન ના આપે.
આના પર એક્ટરે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું- મેં લૉકડાઉનનુ પાલન નથી કર્યુ અને મને પોલીસે પકડ્યો, આ અફવાઓ પાયાવિહોણી છે, લૉકડાઉન ચાલુ થયા બાદ મેં મારા ઘરની બહાર પગ પણ નથી મુક્યો. હું બધાને અનુરોધ કરુ છું કે આવી અફવાઓ પર ધ્યાન ના આપો.
આ ટ્વીટમાં તેને મુંબઇ પોલીસને પણ ટેગ કરી, વિક્કીને તરત જ એ પ્રસંશકોનું સમર્થન મળ્યુ, જેઓએ તેમના પર વિશ્વાસ રાખ્યો હતો. એક ફેને લખ્યું- મને તમારા પર વિશ્વાસ છે વિક્કી. હું જાણું છુ કે આ બધુ બકવાસ છે. ધન્યવાદ.
નોંધનીય છે કે એક્ટર વિક્કી કૌશલ જ્યાં રહે છે તે મુંબઇની ઓબેરૉય સ્પ્રિન્ગ બિલ્ડિંગમાં એક કોરોના પૉઝિટીવનો કેસ આવતા બિલ્ડિંગની એક વિંગની સીલ કરી દેવામાં આવી છે.