છુપાઇ-છુપાઇને બૉયફ્રેન્ડ સાથે વેકેશન ગાળવા વિદેશ ગઇ હતી આ હૉટ એક્ટ્રેસ હવે સામે આવી તસવીરો.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2020 12:20 PM (IST)
આ લિસ્ટમાં બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી પણ પોતાના કથિત બૉયફ્રેન્ડને લઇને છુપાઇ છુપાઇને વિદેશ ગઇ છે. તાજેતરમાં જ કિયારાની તસવીરો સામે આવી છે, કિયારા બૉયફ્રેન્ડ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે માલદીવમાં વેકેશન ગાળી રહી છે
નવી દિલ્હીઃ વર્ષ 2020 તમામ લોકો માટે ખરાબ યાદો આપીને ગયુ છે, હવે બધાને નવા વર્ષનો ઇન્તજાર છે, અને તેના સ્વાગત માટે તૈયાર છે. આવામાં બૉલીવુડ સ્ટાર્સ પણ ન્યૂ ઇયરને વધાવવા મુંબઇથી બહાર નીકળી ગયા છે. દીપિકાથી લઇને આલિયા, રણબીર, રણવીર, અર્જૂન કપૂર, મલાઇકા અરોડા સહિતના સ્ટાર્સ હાલ ખાસ જગ્યાઓ પર વેકેશન એન્જૉય કરી રહ્યાં છે. આ લિસ્ટમાં બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી પણ પોતાના કથિત બૉયફ્રેન્ડને લઇને છુપાઇ છુપાઇને વિદેશ ગઇ છે. તાજેતરમાં જ કિયારાની તસવીરો સામે આવી છે, કિયારા બૉયફ્રેન્ડ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે માલદીવમાં વેકેશન ગાળી રહી છે. ગોલ્ડન ડ્રેસમાં કિયારાનો બૉલ્ડ અંદાજ આ લવબર્ડે પોત પોતાના સોશ્યલ મીડિયા પર માલદીવની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. વાત કરીએ કિયારા અડવાણીની તો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે, જેમા તે દરિયા કિનારે ઉભેલી ગોલ્ડન કલરની બેકલેસ ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. આ તસવીર શેર કરતા એક્ટ્રેસે લખ્યું- તુમ્હારી તરફ દેખ રહી હુ સાલ 2021... વળી સિદ્વાર્થે પણ પોતાના એકાઉન્ટ પર તસવીર શેર કરી છે, જેમા તે બ્લૂ કલરનો સ્વિમિંગ શૉર્ટ્સ પહેરેલો દેખાઇ રહ્યો છે.