Intimacy coordinator : બોલિવૂડમાં જ્યારે ફિલ્મો બને છે ત્યારે તેમાં ઘણીવાર સેક્સ સીન હોય છે, કિસિંગ સીન હોય છે. કેટલીક વખતે અભિનેત્રીઓ એ સીન કરવામાં કમ્ફર્ટેબલ હોતી નથી. ઘણી અભિનેત્રીઓએ આ વાતનો ખુલાસો કર્યો છે. એક તરફ જ્યાં સેટ પર મોટાભાગે પુરૂષો હોય છે, ત્યાં અભિનેત્રીઓ તેમની સામે આવી ભૂમિકા ભજવવામાં થોડો છોછ અનુભવે છે. ઘણી વખત અભિનેત્રી સાથે આવું બન્યું છે જ્યારે તેના સહ-અભિનેતાઓ સીન કરતી વખતે થોડા વધુ પડતા ઈંટિમેટ થઈ જાય છે અને સીનની આડમાં પોતાની મર્યાદા ઓળંગી જાય છે. પરંતુ હવે ધીમે ધીમે સ્થિતિ બદલાઈ રહી છે. 


હવે સમયની સાથે ટેક્નોલોજી પણ બદલાઈ રહી છે. હોલિવૂડ બાદ હવે બોલિવૂડમાં પણ ઈન્ટીમેટ કો-ઓર્ડિનેટર આવી ગયા છે. જેઓ આવી ભૂમિકાઓ કરતી વખતે કલાકારોમાં આધારસ્તંભ તરીકે કામ કરે છે. જેના કારણે હવે હિરોઈન બોલ્ડ સીન્સ આપવામાં ખચકાતી નથી.


શું હોય છે ઈન્ટીમસી કો-ઓર્ડિનેટરનું કામ?


જો આપણે સાદી ભાષામાં કહીએ તો ઈન્ટીમસી કોઓર્ડિનેટરનું કામ ફિલ્મના દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા વચ્ચેના સીનને લગતી તમામ બાબતોને અગાઉથી જ સ્થિતિ સ્પષ્ટ કરવાનું છે. જો ફિલ્મમાં કોઈ ઈન્ટીમેટ સીન હોય તો તે સીન શૂટ કરવાની જવાબદારી ઈન્ટીમસી કોઓર્ડિનેટરની હોય છે. આ બધામાં સૌથી મોટો નિયમ એ છે કે, અભિનેત્રીની સંમતિ અને ખાતરી કરવાની રહે છે કે તે સીન કરવા કન્ફર્ટેબલ છે કે નહીં. સૌથી પહેલા તેની શરૂઆત દીપિકા પાદુકોણની ફિલ્મ 'ગેહરાઈયા'થી થઈ હતી. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા વચ્ચેના ઈન્ટિમેટ સીન અને કિસિંગ સીન ઈન્ટિમસી કોઓર્ડિનેટર દ્વારા શૂટ કરવામાં આવ્યા હતા.


આસ્થા ખન્નાબની સૌથી પહેલી ઈન્ટીમસી કો-ઓર્ડિનેટર


જણાવી દઈએ કે આસ્થા ખન્ના ભારતની પ્રથમ ઈન્ટિમસી કોઓર્ડિનેટર બની ગઈ છે. ગહેરાઈયા બાદ તેણે નેટફ્લિક્સની સુપરહિટ શ્રેણી ક્લાસમાં આત્મીયતા સંયોજક તરીકે પણ કામ કર્યું છે. આ સિરીઝમાં આવા ઘણા સીન છે જે આસ્થાએ શૂટ કર્યા છે. જો કે આજે પણ બોલિવૂડમાં એવા ઘણા લોકો છે જેઓ ઈન્ટીમેસી કોઓર્ડિનેટર શબ્દથી વાકેફ નથી અથવા જાણ્યા પછી પણ તેને બહુ મહત્વ આપતા નથી. આસ્થાએ જણાવ્યું કે, સેટ પર ઈન્ટિમસી કોઓર્ડિનેટર હોવું શા માટે જરૂરી છે. અભિનેતાઓ તેને લઈને કન્ફર્ટેબલ અનુંભવે છે. આ સ્થિતિમાં તે કેમેરાની સામે વધુ સારું પ્રદર્શન કરે છે અને તેનાથી ફિલ્મને જ ફાયદો થાય છે.