Cannes Film Festival 2023: વિશ્વ પ્રસિદ્ધ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 શરૂ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ ઘણા બોલિવૂડ સેલેબ્સે ભાગ લીધો છે. તે જ સમયે, ઐશ્વર્યા રાય બચ્ચન આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે પુત્રી આરાધ્યા સાથે ફ્રાન્સ પહોંચી ગઈ છે. આ દરમિયાન કાન્સમાંથી ઐશ્વર્યાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. આ સિવાય તેની ગ્લાસ હીલ્સે બધાનું ધ્યાન ખેંચ્યું છે.


 






કાન્સમાંથી ઐશ્વર્યા રાયનો ફર્સ્ટ લુક જાહેર થયો


ઐશ્વર્યા રાય બચ્ચનની એક તસવીર તેના ફેન પેજ પર શેર કરવામાં આવી છે, જેમાં જોઈ શકાય છે કે અભિનેત્રી લીલા કફ્તાન ડ્રેસમાં જોવા મળી રહી છે. ઐશ્વર્યા રાયે ખુલ્લા વાળ અને મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લુકમાં ઐશ્વર્યા રેડ કાર્પેટ પર રેમ્પ વોક કરશે. ઐશ્વર્યાએ ટ્રાન્સપરન્ટ હાઈ હીલ્સ પહેરી છે, જેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.


 







બુધવારે જ ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા બચ્ચન સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી હતી. કાન્સમાં બંનેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઐશ્વર્યા અને આરાધ્યા કાન્સમાં હાજરી આપવા જતા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જણાવી દઈએ કે આ પહેલા ઐશ્વર્યા કાન્સ 2022માં હાજરી આપી ચૂકી છે.


કાન્સ 2023માં પાપારાજીથી થઈ મિસ્ટેક, Urvashi Rautela ને સમજી એશ્વર્યા


આ દિવસોમાં ફ્રાન્સમાં ચાલી રહેલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ ફેસ્ટિવલમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોએ પણ ભાગ લીધો છે. આ દરમિયાન ત્યાં હાજર પાપારાજીએ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને ઐશ્વર્યા રાય સમજી બેઠા હતી. 


વિડીયો વાયરલ થયો


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રતૌલાને ફ્રેન્ચ મીડિયાએ ઐશ્વર્યા રાય સમજવાની ભૂલ કરી હતી.  પાપારાજીનો તે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પાપારાજી ઉર્વશીને ઐશ્વર્યા કહીને બોલાવતા જોવા મળે છે. વીડિયોની ક્લિપમાં બતાવવામાં આવ્યું છે કે ઉર્વશી બુધવારે ફિલ્મ 'કાઈબત્સુ'ના સ્ક્રીનિંગ માટે પહોંચી હતી. આ પ્રસંગે અભિનેત્રીએ રેડ કાર્પેટ પર ઓરેન્જ રંગનો રફલ ગાઉન પહેર્યો હતો. ભીડમાંથી કોઈએ 'ઐશ્વર્યા'ની બૂમો પાડી ત્યારે ત્યાં હાજર લોકોએ તેનું સ્વાગત કર્યું. ઐશ્વર્યાનું નામ સાંભળીને ઉર્વશી રતૌલા ફરી અને હસી પડી.