મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી અમૃતા રાવ પહેલા બાળકની માતા બની ગઇ છે, અને તેને એક દીકરાને જન્મ આપ્યો છે. અમૃતા રાવ અને તેના પતિ આરજે અનમોલે તરફથી એક નિવેદનમાં આ ગુડ ન્યૂઝ આપ્યા છે. સાથે તેમને જણાવ્યુ કે, મા અને બાળક બન્ને સ્વસ્થ છે. ફેન્સે પણ તેમના પર અભિનંદનનો વરસાદ વરસાવી દીધો છે.

નિવેદનમાં કહ્યું- પરિવાર બહુ ખુશ છે, અને અમૃતા રાવ તથા આરજે અનમોલ બન્નેએ તમામ લોકોને તેમની શુભેચ્છા અને આશીર્વાદ માટે ધન્યવાદ આપ્યો. અમૃતા રાવે 2016માં અનમોલની સાથે લગ્ન કરી લીધા હતા. અમૃતા રાવ ઇશ્ક વિશ્ક, મેં હુના, અને વિવાહ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેને છેલ્લીવાર 2019માં ઠાકરેમાં કામ કર્યુ હતુ.



વિવાહ ફેમ એક્ટ્રેસે 20116માં રેડિયો જૉકી અનમોલ સાથે લગ્ન કરી લીધા હતા, લગ્ન પહેલા બન્ને સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. બન્નેના લગ્નમાં ફક્ત એક મિત્ર અને પરિવારજનો જ સામેલ થયા હતા. અમૃતા રાવે પોતાની ફિલ્મી કેરિયર વર્ષ 2002થી કરી, તેને ફિલ્મ અબ કે બરસથી ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ તેને શાહિદ કપૂરની 2003માં આવેલી ફિલ્મ ઇશ્ક વિશ્કમાં કામ કર્યુ હતુ. બાદમાં 2004માં શાહરૂખ ખાન અને જાયેદ ખાન સાથે મે હુનામાં કામ કર્યુ હતુ.



અમૃતાએ પોતાની પ્રેગનન્સીને સિક્રેટ રાખી, પ્રેગનન્સીના લાસ્ટ ફેઝમાં તેને બેબી બમ્પની સાથે આઉટિંગ કરતા જોવામાં આવી હતી. તેની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઇ હતી. આ પછી એક્ટ્રેસે બધાની માફી માંગતા આ ગુડ ન્યૂઝ શેર કર્યા હતા.