મુંબઇઃ બાહુબલી એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી અને ક્રિકેટરની વચ્ચે લગ્નની વાતો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. એટલે કે અનુષ્કા શેટ્ટી પ્રભાસ નહીં પણ બીજા કોઇ ક્રિકેટરને ડેટ કરી રહી છે, અને લગ્ન કરશે. જોકે, ક્રિકેટર કોણ છે તેની ઓળખ સામે આવી નથી. હવે આ અંગે ખુદ અનુષ્કા શેટ્ટીએ જ મોટો ખુલાસો કરી દીધો છે.

રિપોર્ટ હતા કે અનુષ્કા શેટ્ટી એક ક્રિકેટરને ડેટ કરી રહી છે અને તે સાઉથનો નથી પણ ઉત્તર ભારતનો છે. આ ક્રિકેટર રણજી ટીમ માટે રમે છે.

હવે આ રિપોર્ટ પર અનુષ્કાનુ રિએક્શન આવ્યુ છે, તેને કહ્યું કે, મને લોકોએ કહ્યું કે મને પ્રેમ થઇ ગયો છે, લોકોએ મારા લગ્ન પણ કરાવી દીધા છે. હવે આ મામલે ક્રિકેટરનુ નામ પણ જોડી દીધુ છે. અનુષ્કા શેટ્ટીએ આ વિશે બધી અફવાઓ ઉડી રહી છે.



અનુષ્કા શેટ્ટીએ કહ્યું લગ્ન અને પ્રેમમાં ઘણો ફરક છે, હું મારા લગ્નનો નિર્ણય મારા માતાપિતા પર છોડી રહી છુ, તે લોકો જ આ અંગે નિર્ણય કરશે.

ઉલ્લેખનીય છે કે, બાહુબલી એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી હાલ સાઉથ સિનેમાની લીડિંગ એક્ટ્રેસ છે. તેને ઘણી સારી સાઉથ ફિલ્મોમાં કામ પણ કર્યુ છે. એક્ટર પ્રભાસની સાથે તેનુ નામ પણ ચર્ચામાં રહ્યું હતુ.