Bipasha Basu Announce Pregnancy: બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે આખરે માતા-પિતા બનવાની સત્તાવાર જાહેરાત કરી છે. બોલિવૂડ એક્ટ્રેસ બિપાશાએ તેના સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં બિપાશાની સાથે કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળી રહ્યો છે. બંને ખુબ ખુશ દેખાઈ રહ્યા છે. ફોટોમાં તેના પતિ કરણ સિંહ ગ્રોવરે બેબી બમ્પ પર હાથ મૂક્યો છે. બિપાશા બાસુએ તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેની ગર્ભાવસ્થાના સમાચારની પુષ્ટિ કરી છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બિપાશા માતા બનવા જઈ રહી છે અને આ પોસ્ટ સાથે હવે આ સમાચારની પુષ્ટિ થઈ ગઈ છે.
બિપાશાએ શું લખ્યું
ફેન્સને ખુશખબર આપતા બિપાશાએ તેના કેપ્શનમાં લખ્યું, એક નવો સમય, એક નવો તબક્કો, અમારા જીવનમાં એક નવો પ્રકાશ ઉમેરાયો છે, આ ક્ષણ અમને ઘણી ખુશીઓ આપી છે. અમે એકબીજાને મળ્યા અને ત્યારથી અમે બે બની ગયા. બસ અમારા બંને માટે ઘણો પ્રેમ, અમારા માટે થોડો અન્યાય થયો, પણ બહુ જલ્દી...અમે બે થી ત્રણ થવાના છીએ..અમારા પ્રેમ સાથે એક નવી શરૂઆત, અમારું બાળક જલ્દી અમારી સાથે હશે અને અમારું સુંદર જીવન પણ. આપ સૌનો આભાર, આપના બિનશરતી પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ આભાર.
2016માં કર્યા હતા લગ્ન
બિપાશા અને કરણ એક ફિલ્મના સેટ દરમિયાન મળ્યા હતા અને આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા અને થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આખરે બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. આ લગ્ન બંગાળી રીતિ-રિવાજો મુજબ થયા હતા. ખાસ વાત એ છે કે લગ્નના 6 વર્ષ બાદ આ કપલ હવે માતા-પિતા બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.