મુંબઇઃ દીપિકા પાદુકોણ ફિલ્મ છપાકની સાથે પ્રૉડ્યૂસર તરીકે બૉલીવુડમાં પોતાની શરૂઆત કરી ચૂકી છે. દીપિકા છપાકની સાથે પોતાના મહત્વકાંક્ષી પ્રૉજેક્ટ મહાભારતને લઇને પણ ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ પ્રૉડ્યૂસર મધુ મંટેનાની સાથે દીપિકા ફિલ્મ મહાભારત બનાવવા ઇચ્છે છે.

રિપોર્ટ એવા પણ છે કે, ફિલ્મ મહાભારતમાં દીપિકા દ્રૌપદી તરીકે દેખાશે. જોકે, દીપિકાએ આ મામલે હજુ સુધી કંઇપણ કહ્યું નથી. હાલ આ ફિલ્મ, કાસ્ટ અને ડાયરેક્ટરને લઇને પણ કંઇ અપડેટ નથી આવ્યુ, પણ તેને એક ઇન્ટરવ્યૂમાં આ ફિલ્મને લઇને પોતાના વિચાર શેર કર્યા હતા.

એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ ફિલ્મ મહાભારત સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા અને કન્ફોર્મ કર્યુ કે આ ફિલ્મ બની રહી છે. તેને કહ્યું કે, આ કોઇ સામાન્ય પ્રૉજેક્ટ નથી, પણ મોટો પ્રૉજેક્ટ છે, આખી ટીમે ફિલ્મ બનાવવા કામ કરવુ પડશે.


દીપિકાએ વધુમાં કહ્યું હુ એવા લોકોમાંથી નથી પ્રૉજેક્ટની જાહેરાત કર્યા બાદ તેને બઝ બનાવવાનો પ્રયાસ કરુ. હું સમજી વિચારીને જ પ્રૉજેક્ટ લાવુ છુ.