મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જેનેલિયાએ એક્ટર પતિ રિતેશ દેશમુખ સાથેનો એક પ્રાઇવેટ બેડરૂમ વીડિયો શેર કર્યો છે, જે હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જેનેલિયાએ હાલ ફિલ્મોથી દુરી બનાવી લીધી છે. લગ્નના કેટલાય વર્ષો બાદ પણ બન્નેનો પ્રેમ બરકરાર છે, અને બન્ને ઘરની અંદર અને બહાર પ્રેમની પળો માણતા રહે છે. જેનેલિયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.

તાજેતરમાં જ જેનેલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર રિતેશની સાથે એક સુંદર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જેનેલિયા બેડ પર ઊંઘેલી દેખાઇ રહી છે, અને રિતેશ દેશમુખ તેની પાછળથી આવે છે, અને બાહોમાં લઇ લે છે. વીડિયોમાં ફિલ્મ કબીર સિંહનુ ગીત તેરા બન જાઉંગા પણ સંભળાઇ રહ્યું છે. વીડિયોને શેર કરતાં જેનેલિયાએ લખ્યું- ફૉરેવેર વાલી લવ સ્ટૉરી...... વીડિયો વાયરલ થતાં ફેન્સ પણ જોરદાર કૉમેન્ટ કરી રહ્યાં છે.



નોંધનીય છે કે જેનેલિયા અને રિતેશે 2012માં લગ્ન કરી લીધા હતા. બે વર્ષ બાદ તેમને એક દીકરો થયો હતો, તેનુ નામ રિયાન છે. તેના બીજા દીકરા રાહિલનો જન્મ જૂન 2016માં થયો હતો.