નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ શૂટિંગનો ભારે વિરોધ કર્યો હતો. જેના કારણે પ્રોડક્શન હાઉસને જલ્દી જ આ ફિલ્મનું શૂટિંગ રોકવાની જરૂર પડી હતી.
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ફિલ્મના શૂટિંગને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને શૂટિંગ બંધ કરવાની માંગ કરી હતી. એટલું જ તમામ ખેડૂતોએ ભાગે થઈને શૂટિંગની જગ્યાએ હલ્લાબોલ કરી દીધો હતો અને જાન્હવી કપૂર વાપસ જાઓ ના નારા પણ લગાવ્યા હતા.
પરિસ્થિતિ જોતા જાનવી કપૂર અને ફિલ્મની પૂરી યુનિટને શૂંટિગ રોકીને પોતાની હોટલોમાં પરત જવું પડ્યું હતું. જો, કે પ્રદર્શનની જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને સંભાળી હતી.
જાન્હવી કપૂરની ફિલ્મ ‘ગુડ લક જેરી’સાઉથની ફિલ્મ કોલામવુ કોકિલાની રિમેક છે. જેમાં જાન્હવી એક સામાન્ય છોકરીની ભૂમિકા ભજવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ફિલ્મનું શૂટિંગ પટિયાલાની અનેક જગ્યાએ ચાલી રહી છે.