મુંબઇઃ બિગ બૉસ-13 ફેમ હિમાંશી ખુરાના ગયા અઠવાડિયાથી ખેડૂત બિલનો વિરોધ કરી રહેલ ખેડૂતોના આંદોલનમાં સામેલ થઇ હતી. હવે રિપોર્ટ છે કે એક્ટ્રેસ હિમાંશી ખુરાના કોરોનાથી સંક્રમિત થઇ છે. તેને ખુદ આ વાતની જાણકારી આપતા કહ્યું હતુ કે તે ખુદ કોરોના સંક્રમિત થઇ છે અને તેના સંપર્કમાં આવેલા લોકોને કૉવિડ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.

હિમાંશી ખુરાનાએ કોરોના સંક્રમિત થયા બાદ કહ્યું કે, તે હાલ હૉમ ક્વૉરન્ટાઇનમાં છે, અને ડૉક્ટર્સની સલાહ લઇ રહી છે. પરંતુ બાદમાં તેને 105 ડિગ્રી તાવ આવવાના કારણે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી હતી.



પંજાબી મૉડલ અને એક્ટ્રેસ હિમાંશી ખુરાના સોમવારે ડૉક્ટરોની સલાહ બાદ હૉમ ક્વૉરન્ટાઇન થઇ હતી, પરંતુ હવે તેને લુધિયાનાની એક હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે, તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હિમાંશી ખુરાનાને 105 ડિગ્રી તાવ આવ્યો અને શરીરમાં ઓક્સિઝનની કમી થઇ રહી હતી.



હિમાંશી ખુરાના સોશ્યલ મીડિયા દ્વારા કોરોનાથી સંક્રમિત થયાની જાણકારી આપી હતી, તેને ટ્વીટર પર લખ્યું હતુ- હુ તમને બધાને જણાવી દઉ છું કે, ઉચિત સાવધાની બાદ પણ હુ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગઇ છુ. જેમ કે તમે બધા જાણો છો કે એક દિવસ પહેલા હુ એક આંદોલનમાં સામેલ થઇ હતી. ત્યાં ખુબ ભીડ હતી એટલે મે વિચાર્યુ કે શૂટિંગ પર ગયા પહેલા કોરોના ટેસ્ટ કરાવી લઉ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ