અભિનેતા સોનુ સૂદને આ એવોર્ડ સોમવારે સાંજે વર્ચ્યૂઅલ સેરેમની દરમિયાન આપવામાં આવ્યો હતો, આ સન્માન મળ્યા બાદ અભિનેતાએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેને કહ્યું કે તે યુએનડીપી અને તેના પ્રયાસને પણ સપોર્ટ કરશે.
યુએનડીપીનો એડીજી સ્પેશ્યલ હ્યૂમેનિટેરિયન એક્શન એવોર્ડ મળ્યા બાદ સોનુ સૂદએ કહ્યું કે, આ એક દુર્લભ સન્માન છે.સંયુક્ત રાષ્ટ્રની માન્યતા બહુજ સ્પેશ્યલ છે. મે તે કર્યુ જે હું મારી રીતે જે કંઇપણ થોડુ કરી શકતો હતો. આ બધુ મે મારા દેશ માટે કર્યુ છે, કોઇપણ જાતની આશા વિના, પરંતુ આ સન્માન અને ઓળખ મળવાથી મને સારુ લાગી રહ્યું છે.
સોનુ સૂદને આ સન્માન દેશભરરમાં ફસાયેલા હજારો પ્રવાસી અને વિદ્યાર્થીઓને તેના ઘર સુધી પહોંચાડવા માટે મળ્યુ છે.આ ઉપરાંત યુવા બાળકોને નિશુલ્ક શિક્ષણ અને મેડિકલ સુવિધાઓ અને કોરોના મહામારીથી પ્રભાવિત થયેલા બેરોજગારોને અવસર આપવા માટે આપવામાં આવ્યો છે. આ કામને લઇને લોકોએ સોનુને મજૂરોનો મસીહા ગણાવ્યો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ