મુંબઇઃ ટીવી એક્ટ્રેસ હિના ખાન હંમેશાથી જ ફિટનેસ ફિક્ર છે. તે પોતાના વધારાનો સમય જિમાં વર્કઆઉટ કરીને પાસ કરે છે. જિમમાં વધુ સમય પસાર કરતી હોવાથી તેને જિમમાં ઘણી નાની-મોટી ઇજો પણ પહોંચે છે. હવે તેને વધુ એક ઇજા પહોંચી છે.
રિપોર્ટ પ્રમાણે, એક્ટ્રેસ હિના ખાન જિમમાં વર્ક આઉટ કરી રહી હતી તે દરમિયાન તે ગબડી પડી હતી. આ કારણે તેને જમણાં હાથમાં ઇજા પહોંચી હતી. આની તસવીર હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે.
હિના ખાનની તસવીર તેને ટ્રેનરે કેપ્ચર કરી છે અને સાથે કેટલાક વીડીયો પણ ક્લિક કર્યા છે.
હિના ખાન હાલ જિમમાં પોતાના મસલ્સ બનાવવા પર ધ્યાન આપી રહી છે અને તેના માટે તે જબરદસ્ત મહેનત પણ કરી રહી છે. હિના અવાર નવાર સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સને ફિટનેસ ગૉલ્સ પણ આપે છે.