મુંબઇઃ બૉલીવુડની કેટલીય હસ્તીઓ હાલ કોરોનાની ઝપેટમાં આવી ચૂકી છે, જેમાં મહાનાયક અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાયનુ સામ પણ સામેલ છે. બચ્ચન પરિવારના સભ્યો હાલ કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે, ત્યારે એકમાત્ર જયા બચ્ચન તંદુરસ્ત છે. જોકે, હવે જયા બચ્ચને લઇને એક સમાચાર સામે આવ્યા છે.


દિગ્ગજ અભિનેત્રી અને રાજનેતા જયા બચ્ચનને ગઇરાત્રે ઉંઘ ના આવી અને તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.



ખરેખરમાં, ઘટના એવી છે કે ગઇરાત્રે કેટલાક તોફાની બાઇક સવારો અમિતાભ બચ્ચનના બંગલા જલસાની બહાર બાઇક દોડાવી રહ્યાં હતા, બાઇક સવારો જોરશોરથી બાઇક પર તોફાન મસ્તી કરતા હોવાથી અભિનેત્રી જયા બચ્ચન ઉંઘી ના શકી. આ વાતને લઇને તેને મુંબઇ પોલીસમાં બાઇકર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મુંબઇ પોલીસે જયા બચ્ચનની ફરિયાદ પર તપાસ શરૂ કરી દીધી છે, અને અમિતાભ બચ્ચનના બંગલાની બહાર સુરક્ષા વધારવાની વાત કહી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઇ પોલીસના એક અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે બાઇકર્સના રેસિંગ દરમિયાન જયા બચ્ચન ઘરમાં જ હતી, તેમને અમને ફોન કર્યો અને બાઇક સવારોના ઉપદ્રવને રોકવા મદદ માંગી હતી. અમે તેમના જુહુ બંગલા માટે એક ટીમ મોકલી હતી, પરંતુ બાઇક સવારો નીકળી ગયા હતા. ત્રણ થી ચાર યુવા મોટરસાયકલની સવારી કરતા હતા, જે તોફાન સાથે મસ્તી કરતા હતા.

પોલીસે જણાવ્યુ કે અમે જુહુ સ્થિત અમિતાભ બચ્ચનના જલસા બંગલાની સુરક્ષા વધારી દીધી છે. હાલ અમે બાઇક સવારોની તપાસ કરી રહ્યાં છીએ.