મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીક વાતો પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. કેટલાય લોકો ખુલીને પોતાની વાતો સામે મુકી રહ્યાં છે. કેટલાય લોકો પોતાના ડિપ્રેશનની વાત પણ કહી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની માંનુ નિવેદન સામે આવ્યુ છે.

જિયા ખાનની માંએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને સલમાન ખાનના ઉપર સૂરજ પંચોલીની વિરુદ્ધ તપાસને પ્રભાવિત કરવા માટે જે કામ કર્યુ હતુ, તેના પર આરોપો લગાવ્યા છે. તેનો આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

જિયાની મમ્મી રબિના અમીન આ વીડિયોમાં સૌથી પહેલા સુશાંત સિંહ રાજપૂતના નિધન પર શોક વ્યક્ત કરે છે, અને પછી કહે છે બૉલીવુડમાં આ દાદાગીરી વિરુદ્ધ જાગવું જોઇએ. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ જિયા ખાને વર્ષ 2013માં 25 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. પોલીસે આને આત્મહત્યા ગણાવી હતી.



વીડિયોમાં રબિના કહે છે- બૉલીવુડે હવે જાગવુ પડશે. બૉલીવુડમાં આ દાદાગીરીને ખતમ કરવી પડશે. હું એ કહેવા માગીશ કે દાદાગીરી પણ એક રીતે કોઇને મારવા સુધીને છે. હાલમાં જે કંઇપણ થઇ રહ્યું છે તેમને 2015માં યાદ અપાવે છે.


મને એક સીબીઆઇ ઓફિસરે લંડનથી બોલાવી હતી, હું તેને મળવા ગઇ તો તેને મને કહ્યું હતુ, તમે આવી જાઓ અમને એક મોટો સબુત મળ્યું છે. હું ત્યાં પહોંચી તો તેમને મને કહ્યું- સલમાન ખાને મને કૉલ કર્યો હતો, તે બહુજ પૈસા ખર્ચી ચૂક્યો છે, પ્લીઝ સૂરજ પંચોલીને હેરાન ના કરશો, અને ઇન્ટરોગેટ પણ ના કરતા. તેને અડવાનુ પણ નહીં. તો અમે શું કરી શકીએ છીએ મેડમ. તે બહુજ હતાશ દેખાઇ રહ્યો હતો, હું આ કેસને દિલ્હીમાં બેઠેલા ઉચ્ચ સીબીઆઇ ઓફિસરો પાસે લઇને ગઇ, મે આની ફરિયાદ પણ કરી. જો તમે તમારી તાકાત અને પૈસાને મોત અને તપાસને પ્રભાવિત કરવા કરશો તો, મને ખબર નથી પડતી કે આપણે એક નાગરિક તરીકે ક્યાં જઇશું.



તેમને આગળ કહ્યું હું બસ એટલુ જ કહેવા માગીશ કે ઉભા થાઓ, લડો, પ્રદર્શન કરો અને બૉલીવુડના ઝેરીલા વર્તાવને ખતમ કરો.