મુંબઈ: વર્ષ 2010માં રિલીઝ થયેલી સલમાન ખાન સ્ટારર અને અરબાઝ ખાન દ્વારા પ્રોડ્યૂસ ફિલ્મ દબંગના ડાયરેક્ટર અભિનવ કશ્યપે સલમાન ખાન, સોહેલ ખાન, અરબાઝ ખાન વિરુદ્ધ એક ફેસબુક પોસ્ટ દ્વારા પોતાના ફિલ્મી કેરિયરને બર્બાદ કરવા અને તેને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. એબીપી ન્યૂઝના અહેવાલ અનુસાર, આ આરોપોને લઈ સોહેલ ખાને અભિનવ કશ્યપ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
એબીપી ન્યૂઝના અહેવાલ અનુસાર, સોહેલના ભાઈ અરબાઝ ખાન સાથે વાતચીત દરમિયાન તેમણે પુષ્ટી કરી હતી કે, સોહેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અરબાઝે કહ્યું કે, અમે અગાઉ કહી ચૂક્યા છે કે, અમે અભિનવ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવા જઈ રહ્યાં છે. હવે સોહેલે તેના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. અરબાઝે કહ્યું કે, અભિનવ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપ પાયાવિહોણા છે, તેના કોઈ પણ તથ્ય નથી. તેના તમામ આરોપ મારા, સલમાન, સોહેલ અને પિતા સલીમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો છે. આ માનહાનિના કારણે અમારે આ પ્રકારનું પગલું ઉઠાવવા મજબૂર થવું પડ્યું.
આ પહેલા અભિનવના આરોપ પર સલીમ ખાને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પોતાની અસફળતાનું ઠીકરું બીજા પર ફોડવું કેટલું વ્યાજબી છે ? શું અમારી પાસે એટલી તાકાત છે કે, અમે કોઈની પણ ફિલ્મ ફ્લોપ કરાવી શકીએ ? આવા લોકોને ક્યારેય મહત્વ ન આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અભિનવ કશ્યપે હાલમાં જ એક ફેસબુક પોસ્ટ દ્વારા ખાન પરિવાર પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે દબંગ-2ને એટલા માટે ડાયરેક્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો કે, અરબાઝ ખાન અને સોહેલ ખાન પોતાના પરિવારના સહયોગથી તેમના કેરિયરને નિયંત્રિત કરવા માંગતા હતા. અભિનવનું કહેવાનું છે કે, તેના અનેક વર્ષ બાદ સુધી તેમના કેરિયરને બર્બાદ કરવાનો પ્રયાસ થતો રહ્યો.
સલમાન ખાનના ભાઈ સોહેલ ખાને ડાયેક્ટર અભિનવ કશ્યપ પર કર્યો માનહાનિનો કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2020 09:30 PM (IST)
એબીપી ન્યૂઝના અહેવાલ અનુસાર, સોહેલના ભાઈ અરબાઝ ખાન સાથે વાતચીત દરમિયાન તેમણે પુષ્ટી કરી હતી કે, સોહેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -