મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જુહી ચાલવા આજકાલ ખુબ પરેશાન છે. ખરેખરમાં જુહી ચાવલાની ઇયરરિંગ મુંબઇ એરપોર્ટ પર ખોવાઇ ગયુ છે. એરરિંગ ખોવાઇ જતા પરેશાન થયેલી જુહી ચાવલાએ સોશ્યલ મીડિયા પર પોતાની પરેશાનીનો ઉલ્લેખ કર્યો અને લોકો પાસે પોતાના ગુમ થયેલી જુહી ચાવલા શોધવા માટે મદદ માગી છે. જુહી ચાવલાની આ પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે.

જુહી ચાવલાએ પોતાની પૉસ્ટમાં ઇયરરિંગની બીજી જોડીને તસવીર શેર કરતાં લખ્યુ છે, સવારમાં મુંબઇ એરપોર્ટના ગેટ નંબર 8 પર જઇ રહી હતી, એમિરેટ્સ કાઉન્ટર પર મે ચેક કર્યુ. સિક્યૂરિટી ચેક થયુ, પરંતુ વચ્ચે ક્યાંક મારી ડાયમંડ ઇયરરિંગ પડી ગઇ. જો કોઇ મારી મદદ કરશે તો હું ખુશ થઇ જઇશ. જુહીએ લોકોને એ પણ કહ્યું કે, જો કોઇને તેની ઇયરરિંગ મળી છે તો પોલીસને આની જાણકારી આપે. આ મારી મેચિંગ પીસ છે જેને હું 15 વર્ષથી પહેરુ છુ. પ્લીઝ શોધવામાં મારી મદદ કરો. જુહી ચાવલાએ એ પણ લખ્યું કે જો તેની ઇયરરિંગને શોધી દેશે તેને ઇનામ પણ આપશે.



ખાસ વાત છે કે ટ્વીટર પર જુહીની આ પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે. યૂઝર્સ આના પર જાતજાતની કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.

(ફાઇલ તસવીર)