મુંબઇઃ એક્ટ્રેસ કલ્કિ કૉચલિને બાળકીને જન્મ આપ્યો છે, અને માતા બની ગઇ છે. કલ્કિએ પોતાની દીકરીનુ નામ સૈફોર રાખ્યુ છે. કલ્કિ માતા બની તેની માહિતી તેના બૉયફ્રેન્ડે એક તસવીર શેર કરીને આપી છે.



કલ્કિ કૉચલિનના બૉયફ્રેન્ડ ગાય હર્શબર્ગે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે, જેમાં એક બાળકીના ફૂટપ્રિન્ટ દેખાઇ રહ્યાં છે, આ તસવીર ક્લિકના દીકરી સૈફોના છે. કલ્કિ બૉયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા પહેલા જ માતા બની ગઇ છે. જોકે, હજુ લગ્ન અંગે કંઇપણ માહિતી બહાર આવી નથી.


કલ્કિનો અને બૉયફ્રેન્ડ ગાય હર્શબર્ગ પહેલીવાર પેરન્ટ્સ બન્યા છે. ગાય હર્શબર્ગ ઇઝરાયેલી છે, અને તે શાસ્ત્રીય પિયાનો વાદકની સાથે મ્યૂઝિક પણ કમ્પૉઝર પણ છે. ગાય હર્શબર્ગે જેરુસલેમ એકેડમી ઓફ મ્યૂઝિક એન્ડ ડાન્સમાં ટીચર છે.

કલ્કિ કૉચલિને સોશ્યલ મીડિયા પર તસવીર શેર કરતાં લખ્યુ કે સૈફો 9 મહિને એક મોમોજની જેમ રેપ થઇને મારા યૂટ્સમાં રહી છે. હવે તેને કંઇક સ્પેસ આપવી જોઇએ. તમારી બધાની શુભેચ્છાઓ અને પૉઝિટીવ એનર્જી માટે આભાર. આની સાથે તે મહિલાઓને પણ રિસ્પેક્ટ કે જે બાળકોને જન્મ આપે છે.