મુંબઇઃ અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર ફિલ્મ ગુંજન સક્સેનાઃ કારગિલ ગર્લના પ્રૉડ્યૂસર કરણ જૌહર પર નિશાન સાધ્યુ છે, અને સરકારને અનુરોધ કર્યો છે કે કરણ જૌહર પાસેથી પદ્મશ્રી સન્માન પાછુ લઇ લેવામાં આવે. કંગનાએ કરણ જૌહર પર એન્ટી નેશનલ ફિલ્મ બનાવવાનો પણ આરોપ લગાવ્યો છે. તેને એ પણ કહ્યું કે કરણ જૌહરે તેને ધમકી આપી અને સુશાંત સિંહ રાજપૂતની કેરિયર પણ તબાહ કરી છે.

કંગના ટીમે ટ્વીટ કર્યુ છે, હું ભારત સરકારને પ્રાર્થના કરુ છું કે કરણ જૌહર પાસેથી પદ્મશ્રી સન્માન પાછુ લેવામાં આવે. તેમને એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર મને ખુલ્લી ધમકી આપી હતી અને મને ઇન્ડસ્ટ્રી છોડવા માટે કહ્યું હતુ. તે સુશાંત સિંહ રાજપૂતની કેરિયર તબાહ કરવા માટે પણ જવાબદાર છે. ઉરી હુમલા દરમિયાન પણ તેમને પાકિસ્તાનનો સપોર્ટ કર્યો હતો, અને હવે અમારી સેના વિરુદ્ધ દેશ વિરોધી ફિલ્મ બનાવી છે.



કંગના રનૌત ટીમે એક શખ્સને ટ્વીટને રિટ્વીટ કરતા આ બધુ લખ્યું. સૌમ્યા દીપ્તાએ ટ્વીટર પર શ્રીવિદ્યા રાજન નામની ફ્લાઇટ લેફ્ટિનન્ટની પૉસ્ટ શેર કરી છે. સૌમ્યા દિપ્તાનુ કહેવુ છે કે શ્રીવિદ્યા રાજન ઉધુપુર એરફોર્સ બેઝમાં ગુંજન સક્સેનાની કોર્સ-મેટ હતી. તેનુ કહેવુ છે કે તે પહેલી મહિલા છે જે કારગિલ ગઇ, અને ગુંજન નહીં. તેને પુષ્ટિ કરી છે કે ફેક્ટ્સને તોડીમરોડીને રજૂ કર્યુ છે. શ્રીવિદ્યા રાજને પોતાની ફેસબુક પૉસ્ટમાં તેનો ખુલાસો કર્યો છે.



આની સાથે સૌમ્યા દિપ્તાએ ગુંજન સક્સેના અને શ્રીવિદ્યા રાજનની ટ્રેનિંગ દરમિયાનની તસવીરો પણ શેર કરી છે. આ તસવીર શેર કરતા લખ્યું- ગુંજન સક્સેના અને શ્રીવિદ્યા રાજન ઉદયમપુર બેઝમાં ટ્રેનિંગ દરમિયાન ગુંજન વાયુસેના અધિકારી નથી, જેને એકલી ટ્રેનિંગ લીધી હતી. શ્રીવિદ્યા પણ પહેલી મહિલા જેને કારગિલમાં તૈનાત કરવામાં આવી હતી, ગુંજન તેની પછી ત્યાં ગઇ હતી.