નવી દિલ્હીઃ એક્ટ્રેસ કંગના રનૌતના ભાઇ અક્ષતના લગ્ન રિતુ સંગવાન સાથે રાજશ્રી ઠાઠમાઠ સાથે ઉદેપુરના ધ લીલા પેલેસમાં ગુરુવારે થયા. કંગનાના નજીકના સુત્રો અનુસાર, એક્ટ્રેસના ભાઇના લગ્નને ખાસ અને યાદગાર બનાવવામાં કોઇ કસર છોડી નથી. તેમને લગ્નમાં અંદાજે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તસવીરમાં લગ્નની ભવ્યતા સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે.

દૈનિક ભાસ્કરને કંગનાના નજીકના લોકોએ જણાવ્યુ કે, એક્ટ્રેસે ભાઇના લગ્નમાં ગુજરાતી બંધાણી લેંઘો પહેર્યો હતો. આની કિંમત લગભગ 18 લાખ રૂપિયા હતી. તેનો આ લેંઘો આખા 14 મહિનામાં બનીને તૈયાર થયો હતો, અને આને કંગના માટે અનુરાધા વકીલે તૈયાર કર્યો હતો.

લેંઘાની સાથે એક્ટ્રેસે 45 લાખની જ્વેલરી પહેરી હતી, જેને જાણીતા ડિઝાઇનર સબ્યસાચીએ એકદમ ઓછા સમયમાં તૈયાર કરી હતી. કંગનાની ડિમાન્ડ પર ઉદેપુરની હોટલ લીલા પેલેસને રજવાડી થીમ પર સજાવવામાં આવી હતી.

કૉવિડના કારણે ઉદેપુરના લીલા પેલેસમાં આ લગ્નનમાં કંગના અને તેના પરિવારના માત્ર 45 લોકો જ સામેલ થયા હતા. આખા લગ્ન રાજસ્થાની થીમ પર અને મહેમાનો માટે રાજસ્થાની વ્યંજન જ તૈયાર કરવામાં આવ્યુ હતુ. લગ્નના રીતરિવાજો દરમિયાન રાજસ્થાની કલાકારોએ પ્રસ્તુતિ આપી હતી.