મુંબઇઃ બૉલીવુડ ક્વિન કંગના રનૌત આજકાલ ખુબ ચર્ચામાં રહે છે. કંગના દરરોજ કોઇને કોઇ વિવાદનો ભાગ બની રહી છે. આ બધાની વચ્ચે કંગનાએ એક અલગ જ ટ્વીટ કર્યુ છે. કંગનાએ આ વખતે કોઇ વિવાદ માટે નહીં પરંતુ એક છોકરા વિશે ટ્વીટ કર્યુ છે, જેના પર તેનુ દિલ આવી ગયુ છે. તસવીર જોઇને તમે પણ ચોંકી જશો.

આજકાલ કંગના પોતાના હૉમટાઉન હિમાચલ પ્રદેશના પોતાના ઘરે છે. જ્યાં તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તાજેતરમાં જ કંગનાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેને એક છોકરાની તસવીર શેર કરી છે, ટ્વીટમાં તેને એક છોકરા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. હવે બધા એ જાણવા માગે છે કે કંગનાનુ આટલા દિવસો બાદ કોના પર દિલ આવી ગયુ છે, અને છોકરો છે કોણ?

ખરેખરમાં, કંગના રનૌતે જે તસવીર શેર કરી છે, તેમાં એક બાળક દેખાઇ રહ્યું છે, આ તસવીરને શેર કરતા કંગનાએ લખ્યું- આ નાના છોકરાએ મારી સુરતા, હંસી અને મારા વાળના કર્લ ચોરી લીધા છે. આને મારુ દિલ બધુ જ ચોરી લીધુ છે, આ છોકરાને કોઇ કેમ કંઇ નથી કહેતુ.



તસવીરમાં દેખાઇ રહેલો નાનો છોકરો બીજુ કોઇ નહીં પરંતુ કંગનાની બહેન રંગોલી ચંદેલનો દીકરો પૃથ્વી છે. કંગના પૃથ્વીને ખુબ પ્રેમ કરે છે, અને હંમેશા તેની સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ