મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવેલા ડ્રગ્સ મામલામાં રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરે ધરપકડ કરાઇ હતી, અને એનડીપીએસ કોર્ટે તેમને 14 દિવસ સુધીની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ 14 દિવસની ન્યાયિક કસ્ટડી 22 સપ્ટેમ્બરે ખતમ થવાની હતી. પરંતુ તેની ન્યાયિક કસ્ટડીને 6 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે. આ દરમિયાન રિયાએ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.
સેશન્સ કોર્ટમાં અરજી ફગાવી દીધા બાદ બૉમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી ન હતી થઇ શકી. પરંતુ મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદ કારણે આજે સુનાવણી ના થઇ શકી. ગઇ રાતથી મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આજે બૉમ્બે હાઇકોર્ટ બંધ છે, પ્રાપ્ત માહિતી અનુસાર જો બધુ ઠીકઠાક રહ્યું તો આના પર કાલે એટલે ગુરુવારે સુનાવણી થશે.
ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીને ડ્રગ્સનો ઉપયોગ અને તસ્કરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રિયા પર એનડીપીએસ એક્ટર 16/20 અંતર્ગત પણ કેસ નોંધવામાં આવી છે. આ બન્ને ઉપરાંત એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતના હાઉસ મેનેજર રહેલા સેમ્યૂઅલ મિરાંડા અને ઘરમાં કામ કરનારના દીપેસ સાવંતની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ મામલામાં એનસીબીએ અત્યાર સુધી 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
ડ્રગ્સ કેસઃ રિયા-શૌવિક જામીન અરજી પર સુનાવણી ટળી, ભારે વરસાદના કારણે બૉમ્બે હાઇકોર્ટ બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Sep 2020 12:26 PM (IST)
સેશન્સ કોર્ટમાં અરજી ફગાવી દીધા બાદ બૉમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર આજે સુનાવણી ન હતી થઇ શકી. પરંતુ મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદ કારણે આજે સુનાવણી ના થઇ શકી
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -