નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ કરિના કપૂર પોતાની પ્રેગનન્સીને લઇને ખુબ ચર્ચામાં છે, અને તેને લઇને ખુબ ઉત્સાહિત પણ દેખાઇ રહી છે. કરિનાએ તાજેતરમાંજ સ્પૉર્ટ્સ વિયર પ્યૂમા માટે એક એડ શૂટ કરી છે. જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.

આ બધાની વચ્ચે શૂટિંગના સેટ પરથી કરિનાએ પોતાની એક સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં કરિના પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.

તાજેતરમાં જ તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમા તેનો પ્રેગનન્સીનો ગ્લૉ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. તસવીરમાં કરિનાએ પિન્ક કલરની સ્પૉર્ટ્સ બ્રા પહેરેલી છે છે, અને સાથે ખુલ્લા વાળમાં સેલ્ફી ક્લિક કરતી દેખાઇ રહી છે.



કરિનાએ તસવીર શેર કરતા લખ્યું- હમ દો લોગ, શૂટિંગ સેટ પર...... કરિના કપૂર ખાનની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આને લોકો ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.