જયપુરઃ અભિનેતા બૉબી દેઓલ અને ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝાને જોધપુરની એક કોર્ટે આશ્રમ વેબ સીરીઝ વિરુદ્ધ નોંધાયેલા એક કેસમા નૉટિસ ફટકારી છે. આ કેસની આગમી સુનાવણી 11 જાન્યુઆરીએ થશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમા જ પ્રકાશ ઝા દ્વારા આશ્રમ નામની વેબ સીરીઝ બનાવવામાં આવી છે, હવે આની બીજી સિઝન પણ રિલીઝ થઇ ગઇ છે.
જિલ્લા અને સેશન કોર્ટમાં રવિન્દ્ર જોશીની કોર્ટે આ આદેશ વકીલ કુશ ખંડેલવાલની અરજી પર આપ્યો છે. જોકે કોર્ટે બૉબી દેઓલ અને પ્રકાશ ઝા વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.
આ સીરીઝને લઇને જગ્યાએ વિવાદ અને વિરોધ જોવા મળ્યો હતો. કેટલાક લોકો અને સંગઠનોએ આપત્તિ દર્શાવી હતી. સીરીઝ દર્શકો વચ્ચે ખુબ ચર્ચિત રહી. કરણી સેના તરફથી આશ્રમ વેબ સીરીઝના ટાઇટલમા જ ડાર્ક સાઇડ જોડવામા આવ્યુ છે, તેને લઇને કરણી સેનાએ આપત્તિ દર્શાવી છે. ટ્રેલરના આપત્તિજનક સીન્સા આધાર પર કરણી સેનાએ આ શૉ પર રોક લગાવવાની માંગ કરી હતી.
વેબ સીરીઝ 'Aashram' પર વધી બબાલ, કોર્ટે બૉબી દેઓલ અને પ્રકાશ ઝાને ફટકારી નૉટિસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Dec 2020 04:25 PM (IST)
જિલ્લા અને સેશન કોર્ટમાં રવિન્દ્ર જોશીની કોર્ટે આ આદેશ વકીલ કુશ ખંડેલવાલની અરજી પર આપ્યો છે. જોકે કોર્ટે બૉબી દેઓલ અને પ્રકાશ ઝા વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -