મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કૃતિ ખરબંદા બુધવારે 29 ઓક્ટોબરે 30 વર્ષની થઇ ગઇ, એક્ટ્રેસે પોતાનો 30મો જન્મદિવસ એક અંદાજમાં ઉજવ્યો. એક્ટ્રેસે પોતાના જન્મદિવસ પર 30 બાળકીઓના ભણવાનો ખર્ચની જવાબદારી ઉઠાવીને પોતાનો જન્મદિવસ ખાસ બનાવી દીધો. ઉલ્લેખનીય છે કે બાળકીઓના ભણાવવા માટે કામ કરતી એક બિન સરકારી સંસ્થા સાથે મળીને કૃતિ ખરબંદાએ આ લોકોને શિક્ષિત કરવાની જવાબદારી પોતાના ખભે ઉઠાવી છે.

અભિનેત્રીએ પોતાની આ પહેલ અંગે કહ્યું- આપણી દુનિયા એક વૈશ્વિક સ્વાસ્થ્ય આફતનો સામનો કરી રહી છે, છેલ્લા કેટલાક મહિના આપણા બધા માટે ખુબ તણાવગ્રસ્ત રહ્યાં. મારા મતે આ એક નાનો પ્રયાસ છે, જે જરૂરિયાતમંદોને થોડી ઘણો આનંદ ફેલાવવાનો પ્રયાસ છે. દુર્ભાગ્યથી હું મહામારીના કારણે તે બાળકીઓ સાથે પર્સનલી મુલાકાત નથી કરી શકી, પરંતુ તેમને બહુ જલ્દી જ વર્ચ્યૂઅલ રીતે મળવા અને થોડોક સારો સમય વિતાવવાની આશા છે.



વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, એક્ટ્રેસ કૃતિ ખરબંદા આગામી ફિલ્મ બીજૉય નાંબિયારની ફિલ્મ તૈશમાં દેખાશે. આ ફિલ્મ ઓટીટી પર વેબ સીરીઝ અને ફિલ્મ બન્ને ફોર્મેટમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ, જીમી સભ્ર, હર્ષવર્ધન રાણે અને સંજીદા શેખ જેવા કલાકાર સામેલ છે.