મુંબઇઃ સુશાંત મૃત્યુ કેસ બાદ હવે આ મામલે આવેલા ડ્રગ્સ એન્ગલથી બૉલીવુડમાં હડકંપ મચી ગયો છે, એનસીબી ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી છે, કેટલાકના નામ સામે આવી શકે છે, આ ભયના વચ્ચે બૉલીવુડ બે ભાગોમાં વહોંચાઇ ગયુ છે. ત્યારે આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનને સુશાંત સિંહ અને હાલની બૉલીવુડ પરિસ્થિતિ પર એક ક્રિપ્ટિક પૉસ્ટ લખી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.

એક્ટ્રેસ કૃતિ સેનને ઇન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પૉસ્ટ લખી છે, કૃતિની આ ક્રિપ્ટિક પૉસ્ટ સુશાંત સિંહ રાજપૂતના મોતને બદલીને અન્ય લોકોને ન્યાય અપાવવા પર બહાર આવેલા મુદ્દે છે. તેને કહ્યું કે આ મુદ્દો સુશાંત સિંહ રાજપૂતની મોતનો નહીં પરંતુ અન્ય લોકોનો બની ગયો છે.



કૃતિએ પોતાની પૉસ્ટમાં લખ્યું છે,- તે તારા માટે લડ્યા, ત્યારપછી તે અંદરોઅંદર લડવા લાગ્યા છે, આ એક એવો કઠીન સમય છે, જેને રોકી નથી શકાતો, હવે તે ફક્ત તારા માટે નથી રહી ગયો, હવે તે તેમના માટે થઇ ગયો છે, કદાચ પહેલા પણ તે તેમના માટે જ હતો. કૃતિએ આ પૉસ્ટની નીચે પોતાનુ નામ લખ્યુ, એટલે આ કૉટ તેને ખુદ લખ્યો છે.



કૃતિની આ પૉસ્ટને 4 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. કૃતિની આ પૉસ્ટને આલિયા ભટ્ટ, વરુણ ધવન, રાધિકા મદાન, પ્રીતિ ઝિન્ટા, અર્જૂન કપૂર અને મુકેશ છાબડાએ પણ લાઇક કરી છે. કૃતિના ફોલોઅર્સ આનાથી સહમત પણ થયા છે. એક ફોલોઅરે લખ્યું- સાચુ કહ્યું, જસ્ટિસ ફોર એસએસઆર મીડિયાની વચ્ચેથી ગાયબ થઇ ગયુ છે, આ રાજનીતિજ્ઞો અને કથિત મહિલાઓવાદીઓનો મુદ્દો બની ગયો છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ