મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનનુ એન્ગલ નીકળ્યા બાદ એનસીબીએ તપાસ ઝડપી કરી દીધી છે. એનસીબીએ તપાસ દરમિયાન રિયા, તેનો ભાઇ શૌવિક સહિત કેટલાક ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી લીધી હતી. આ બધા સાથેની પુછપરછમાં રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે.
ખાસ વાત છે કે રિયા ચક્રવર્તીએ પુછપરછ દરમિયાન 25 બૉલીવુડ સેલિબ્રિટીઓના નામ લીધા હતા, જેમાં ત્રણ નામ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટા પહેલાથી જ બહાર આવી ચૂક્યા છે. હવે આ મામલે વધુ એક એક્ટ્રેસનુ નામ પણ સામે આવ્યુ છે.
ઇન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, આ એક્ટ્રેસ ફિલ્મ છિછોરેની સક્સેસ પાર્ટીમાં સુશાંત સિંહ રાજપૂતના ફાર્મહાઉસમાં થયેલી પાર્ટીમાં સામેલ થઇ હતી. આ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો વપરાશ થયો હતો. આ પાર્ટીમાં એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને છિછોરેના અન્ય કાસ્ટ પણ હાજર હતા. વળી, બીજી એક એક્ટ્રેસ જે પાર્ટીમાં સામેલ થઇ હતી, તેને લઇને હજુ સસ્પેન્સ છે. પરંતુ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનુ નામ બહાર આવતા તપાસ વધુ ઝડપી થઇ શકે છે.
આ પહેલા, સુશાંતના ફાર્મહાઉસની દેખરેખ કરનારા રિયાજે જણાવ્યુ હતુ કે સુશાંત સિંહ ફાર્મહાઉસમાં મહિનામાં 3-4 વાર આવી હતી. વળી, રઇસનુ કહેવુ હતુ કે તેને ફાર્મહાઉસમાં સેમ્યૂઅલ હાઓકિપ અને શૌવિક ચક્રવર્તીને પેપર્સનો રૉલ કરતા દેખ્યા હતા. મેનેજરે એ પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે છિછોરેની શૂટિંગ પુણાની પાસે થઇ રહી હતી, ત્યારે શ્રદ્ધા કપૂર એકવાર આવી હતી. તેમને એ પણ જણાવ્યુ કે સારા અલી ખાન નવેમ્બર 2018થી ફાર્મહાઉસમાં આવવાનુ શરૂ કર્યુ હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે રિયા-સારા બાદ કઇ હૉટ એક્ટ્રેસનુ નામ આવ્યુ બહાર, કઇ પાર્ટીમાં લીધુ હતુ ડ્રગ્સ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2020 10:36 AM (IST)
રિયા ચક્રવર્તીએ પુછપરછ દરમિયાન 25 બૉલીવુડ સેલિબ્રિટીઓના નામ લીધા હતા, હવે આ મામલે વધુ એક એક્ટ્રેસનુ નામ પણ સામે આવ્યુ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -