અભિનેત્રી કૃતિ સેનન તાજેતરમાં જ ચંદીગઢમાં પરત ફરી છે. જ્યાં તે રાજકુમાર રાવની સાથે પોતાની આગામી ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી. તેને પોતાના ઇન્સ્ટા પર એક તસવીર શેર કરી હતી, જેમાં લખ્યું હુ કે તેમની ફિલ્મનુ રેપઅપ થઇ ગયુ છે, અને તે ઘરે પરત ફરી રહી છે.
જોકે, આ અંગે હજુ સુધી કૃતિ સેનન કોઇ અપડેટ નથી આપ્યુ. કૃતિ સેનન પેપરાજી સાથે વાત કરતા કહ્યુ હતુ કે તે એક સેકન્ડ પણ પોતાનુ માસ્ક નહીં હટાવે.
ઉલ્લેખનીય છે કે કૃતિ સેનન પહેલા એક્ટર વરુણ ધવન અને એક્ટ્રેસ નીતૂ કપૂર કોરોના પૉઝિટીવ થયા હતા. બન્ને રાજ મહેતાની ફિલ્મ જુગ જુગ જિઓનુ શૂટિંગ કરી રહી હતી. થોડાક દિવ પહેલા જ ફિલ્મનુ શૂટિંગ શરૂ થયુ હતુ પરંતુ હવે ફરીથી શૂટિંગને હાલ પુરતુ અટકાવી દેવામાં આવ્યુ છે.