મુંબઇઃ બૉલીવુડની ધક ધક ગર્લ તરીકે જાણીતી એક્ટ્રેસ માધુરી દિક્ષિત તાજેતરમાં જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઇ ગઇ છે. જોકે આ ઘર એક્ટ્રેનુ પોતાનુ નથી, પરંતુ ભાડા પેટે લીઝ પર રાખેલુ છે. આ ઘર એકદમ આલિશાન અને લક્ઝરીયસ ફેસિલિટી વાળુ છે. મુંબઇના આ સી વ્યૂ એપાર્ટમેન્ટની જો વાત કરીએ તો બતાવવામાં આવી રહ્યું છે કે, માધુરી દિક્ષિતે આને દર મહિને 12 લાખ રૂપિયા ભાડે રાખ્યુ છે. 


રિપોર્ટ્સનુ માનીએ તો માધુરી દિક્ષિત પતિ શ્રીરામ સાથે અહીં 29મા માળે રહેશે. સાડા પાંચ હજાર સ્ક્વેર ફિટમાં બનેલા આ ઘરને માધુરી દિક્ષિતે એકદમ સુંદર રીતે સજાવ્યુ છે, અપૂર્વા શ્રોફને આને ડિઝાઇન કર્યુ છે.  






આલિશાન ઘરમાં માધુરી પતિ સાથે રહેશે, અને આ ઘર એકદમ બીચ પર આવેલુ છે જેથી સમુદ્રની લહેરો, ખુલ્લી હવાનો અનુભવ અને આભને નીહાળવાનો એક્ટ્રેસને મોકો મળશે. આ ઘરમાંથી સનસેટ અને સનરાઇટ બન્ને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. એક્ટ્રેસના આ ઘરની ભાડા કિંમત દર મહિને ૧૨.૫૦ લાખ રૂપિયા છે. 


માધુરીની કારકિર્દીની વાત કરીએ કો, તે હાલમાં વેબ સીરીઝ ધ ફેમ ગેમમાં જોવા મળી હતી. જેમાં તેણે અનામિકા નામની અભિનેત્રીની ભૂમિકા નિભાવી હતી.