નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયા કપૂર બૉલીવુડ ડેબ્યૂ પહેલી જ મોટી સેલિબ્રિટી બની ચૂકી છે. સોશ્યલ મીડિયા પર દિવસે દિવસે તેનુ ફેન ફોલોઇંગ સતત વધી રહ્યું છે. તે પોતાની ફેશન, સ્ટાઇલ, અને ડ્રેસિંગના કારણે હંમેશા ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. પરંતુ હવે તે ફરી એકવાર ચર્ચામા આવી છે, આ વખતે તે પોતાની નવીનકોર કારને લઇને ચર્ચામાં આવી ગઇ છે. ખરેખરમાં શનાયાના કાર સાથેના કેટલાક ફોટોઝ હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યાં છે, આના પરથી કહી શકાય છે કે શનાયાએ એક શાનદાર કાર ખરીદી લીધી છે. 


ખાસ વાત છે કે શનાયા કપૂર હજુ સુધી બૉલીવુડમાં એન્ટ્રી નથી કરી શકી. તે હવે પોતાની પહેલી ફિલ્મમાં જોવા મળશે, પરંતુ ડેબ્યૂ પહેલા જ તેને પોતાના નામે એક શાનદાર Audi Q7 કાર કરી લીધી છે. આ તસવીર ઓડીના મુંબઇ વેસ્ટ ઇન્સ્ટાગ્રામ પેજે શેર કરી છે. 


શનાયા કપૂર બૉલીવુડમાં કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મ બેધડકથી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરશે, શનાયાએ બ્રાન્ડ ન્યુ કાર ખરીદી છે જેની તસવીર સોશ્યલ મીડિયા પર છવાઈ છે. 


ઓડી મુંબઈ વેસ્ટ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શનાયા અને તેમના પેરેન્ટ્સની તસવીર શેર કરવામાં આવી છે. જેમાં તે આ બ્રાન્ડ ન્યુ કારની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. શનાયાએ બ્લેક કલરની ઓડી ક્યૂ7 ફેસલિફ્ટ ખરીદી છે જેની કિંમત 80 લાખ રૂપિયા છે. આ કાર બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જેની કિંમત 80 થી 88 લાખ રૂપિયાની વચ્ચે છે. શનાયાએ કારની બ્લેક પ્રીમિયમ મોડલ ખરીદ્યુ છે જેની કિંમત 80 લાખ રૂપિયા છે. આ મહિનાની શરૂઆતમાં જ શનાયાની ફિલ્મ બેધડકથી બોલીવુડ ડેબ્યુની જાણકારી સામે આવી હતી.




આ પણ વાંચો........ 


Price Hike: માર્ચમાં સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો, ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલ સહિત આ 6 વસ્તુઓ થઈ મોંઘી


Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ


DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે


સાવધાન! કોરોના હજુ સમાપ્ત નથી થયો, નવો વેરિયન્ટ ફરી મચાવી શકે છે તબાહી, જાણો એક્સ્પર્ટે શું આપી ચેતાવણી


અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે


Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન