બૉમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં મંદાના કરીમીએ આ ઘટના વિશે વિસ્તારથી વાત કરી, તેને જણાવ્યુ કે દિવાળીના એક દિવસ પહેલા 13 નવેમ્બરે આ ઘટના વિશે જણાવ્યુ. મંદાના કરીમીએ કહ્યું હું હજુ પણ આઘાતમાં છુ કે શું થયુ અને કેવી રીતે થયુ.
કોકા કોલા એક એવી ફિલ્મ છે જેના પર અમે એક વર્ષથી વધુ સમયથી કામ કરી રહ્યાં છીએ, અને આ એક એવુ કામ છે જે તમે જાણતા હોવા છતાં પણ કરો છો કે ટીમ બહુ પ્રૉફેશનલ નથી. છતાં તમે કામ કરી રહ્યાં છો.
મંદાના કરીમીએ કહ્યુ શરૂથી જ મને કામ કરવાનો વાંધો હતો, નિર્માતા મહેન્દ્ર ધારીવાલ એક જુના વિચારો વાળા માણસ છે, જે સેટ પર એક પુરુષ પ્રધાન, અહંકારી બની જાય છે. એક્ટ્રેસે કહ્યું- કોકા કોલાના સેટ પર થયેલી ઘટનાથી તે હલી ગઇ છે, તેને કહ્યું 13 નવેમ્બરે જે થયુ તેને મને હલાવી દીધી છે. આ મારા શૂટિંગનો છેલ્લો દિવસ હતો અને બધુ પુરુ કરીને હુ જવા માંગતી હતી.
પ્રતિકાત્મક તસવીર
શૂટિંગના છેલ્લા બે દિવસોમાં હુ સેટ પર જલ્દી પહોંચી જતી હતી, તે દરમિયાન પ્રૉડ્યૂસરે મને બે કલાક વધારે રોકાવવાનુ કહ્યુ, જેના પર મંદાના કરીમીએ ના પાડી દીધી. મે તેમને કહું કે હું નથી રોકાઇ શકતી કેમકે મારી એક મીટિંગ ફિક્સ છે.
ત્યારબાદ પ્રૉડ્યૂસરે કહ્યું તું તારી છેલ્લી ટેક્સ પુરી કરીને વેનિટી વેનમાં જતી રે. જ્યારે તે વેનિટી વેનમાં ગઇ તો પ્રૉડ્યૂસર જબરદસ્તીથી વેનિટી વેનમાં આવી ગયા, અને તેને બૂમો પાડવા લાગ્યો કે તુ નથી જઇ શકતી. નસીબ કે ત્યાં સ્ટાઇલિસ્ટ હતો અને તેને પ્રૉડ્યૂસરને બહાર કાઢ્યો. મંદાના કરીમીએ એ પણ કહ્યું કે તેને પ્રૉડ્યૂસરે કહ્યું કે તેને એક કલાક વધુ કામ કરવાનુ છે, તુ નથી જઇ શકતી.