મુંબઈ: ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાની એનસીબી દ્વારા ધરપકડ બાદ આજે કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ભારતી સિંહ અને હર્ષ બન્ને ત્રણ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. એનસીબીએ કોર્ટ પાસે બન્ને રિમાન્ડની માંગ કરી હતી.


જો કે, ભારતી સિંહે જામીન અરજી દાખલ કરી દીધી છે. તેના પર (આવતીકાલે) સોમવારે સુનાવણી થશે. ભારતી અને હર્ષ સાથે બે ડ્રગ્સ પેડલર્સને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ડ્રગ પેડલર્સને પોલીસ કસ્ટડીમાં રાખવાનો ફેસલો કોર્ટે આપ્યો છે.

એનસીબીએ પ્રતિબંધિત ડ્રગના કથિત ઉપયોગ અને તેને રાખવાના આરોપમાં કોમેડિયન હર્ષ લિમ્બાચિયાની આજે સવારે ધરપકડ કરી હતી. તેના પહેલા ગઈ કાલે ભારતી સિંહની ધરપકડ કરી હતી.

દરોડા દરમિયાન ભારતી સિંહના ઘરેથી એનસીબીને ગાંજો મળ્યા બાદ બન્નેની પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીએ ભારતી અને હર્ષના ઘરે રેડ પાડી હતી. તેના બાદ બન્નેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબીએ માત્ર ઘર પર જ નહીં પણ ભારતી સિંહના ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા. આજે સવારે બન્ને કોર્ટમાં રજૂ કર્યા હતા.