મુંબઇઃ હીરો-હીરોઇનોના લગ્નની ખબરોની વચ્ચે વધુ એક વેડિંગ વાયરલ થયુ છે. ખબર છે કે પૉપ્યુલર એક્ટ્રેસ મૌની રૉય બહુ જલ્દી લગ્ન કરવા જઇ રહી છે, મૌની રૉય દુબઇમાં રહેનારા બેન્કર સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા જઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે, અને હવે લગ્નની વાતો નક્કી થઇ છે.

વર્ષ 2019માં પહેલીવાર સૂરજ અને મૌની રૉયના ડેટિંગની જાણકારી સામે આવી હતી, જોકે એક્ટ્રેસે તે સમયે ડેટિંગની ખબરને માત્ર અફવા ગણાવી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે મૌની રૉય સૂરજ નામ્બિયારના પેરેન્ટ્સની ખુબ નજીક છે, અને મૌની રૉયના લગ્નનુ આ પણ એક ખાસ કારણ છે.

એક સુત્રએ ન્યૂઝ પોર્ટલને જણાવ્યુ કે મૌની રૉયનુ સૂરજના પેરેન્ટ્સ સાથે કન્ફોર્ટ લેવલ છે, વર્ષ 2019માં તેની એક મિત્ર રૂપાલી કડયાને મૌની અને સૂરજની તસવીરો વાયરલ કરી હતી, બાદમાં તેને આ તસવીરોને ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદથી આ વાત ફેલાઇ ગઇ કે બન્ને એકબીજાના પ્રેમમાં છે. તે સમયે મૌની રૉયે મુંબઇ મિરરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને યોગ્ય વ્યક્તિની તલાશ છે, જ્યાં સુધી મને તે નહીં મળે ત્યાં સુધી હોઇ કોઇને નહીં પસંદ કરુ અને ડેટિંગ પણ નથી કરી શકતી.



ખાસ વાત છે કે મૌની રૉય ટીવીની પૉપ્યૂલર સીરિયલ નાગિનમાં જબરદસ્ત એક્ટિંગ માટે લોકપ્રિય થઇ છે. તેને નાગિન બનીને ચાહકોના દિલમાં અલગ જગ્યા બનાવી હતી. મૌની રૉયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે, આમાં મૌની રૉય આલિયા ભટ્ટ અને રણવીર કપૂરની સાથે કામ કરી રહી છે. ફિલ્માં મૌની રૉય એક વિલનના રૂપમાં દેખાશે.