નવી દિલ્હીઃ બિગ બૉસ 14 ટીવીના તે રિયાલિટી શૉમાનો એક છે જેમાં દરેક ઘટનાની અસર ઘરની બહાર જરૂર જોવા મળે છે. દરેક હરકત અને ઘટના પર ફેન્સ પર નજર રાખે છે, અને તેનુ રિએક્શન્સ પણ સોશ્યલ મીડિયા પર લોકો આપે છે. હવે બિગ બૉસ 14ના સેટ પરથી એક દુઃખદ ઘટના સામે આવી છે, 24 વર્ષીય યુવતી જે ટેલેન્ટ મેનેજર હતી તેનુ મૃત્યુ થઇ ગયુ છે. બિગ બૉસ 14ની ટેલેન્ટ મેનેજર પસ્તા ઘાકડની એક એક્સિડેન્ટમાં મોત થઇ ગયુ છે.

પિસ્તા ધાકડનુ એક્સિડેન્ટ બિગ બૉસ 14ના સેટની ઠીક બહાર થયુ. પિસ્તા ધાકડ બિગ બૉસ 14ને બનાવનારી પ્રૉડક્શન કંપની એડમૉલ શાઇન ઇન્ડિયામાં કામ કરતી હતી, સુત્રો અનુસાર વીકેન્ડના વારનુ શૂટિંગ ચાલી રહ્યું હતુ, આ દરમિયાન સલમાન ખાન પણ બિગ બૉસ 14ના સેટ પર હાજર હતો.

(ફાઇલ તસવીર)

વીકેન્દ્રના વારનુ શૂટિંગ પુરી થયા બાદ પિસ્તા ધાડક પોતાના આસિસ્ટન્ટની સાથે એક્ટિવા પર પોતાના ઘરેથી નીકળી હતી, રાત્રે અંધારુ હોવાના કારણે એક વેનિટી વેનની નીચે આવી ગઇ, વેનિટી વેને તેને કચડી નાંખી અને ગંભીર રીતે ઘવાયા બાદ પિસ્તા ધાકડનુ ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતુ.

પિસ્તા ધાડક બિગ બૉસ ઉપરાંત ખતરો કે ખિલાડી જેવી ટીવી રિયાલિટી શૉ માટે પણ કામ કરી ચૂકી છે. પિસ્તા ધાકડના મોતથી ટીવી જગતમાં શોકનો માહોલ છવાયો છે. સલમાન ખાને પણ પિસ્તાને શ્રદ્ધાંજલિ આપી છે.