ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક એક્ટર્સ કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે. જો કે, તેઓ પણ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા નોરા ફતેહીના કોરોના પોઝિટિવ આવી હોવાના સમાચાર ચર્ચામાં આવ્યા હતા. હવે, ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા નોરીએ ચાહકોને ખુશખબર આપતા કહ્યું છે કે તે આખરે કોરોના નેગેટિવ આવી છે. તે હવે સંપૂર્ણ સ્વસ્થ છે, પરંતુ તેનામાં તાકાત અને શક્તિ હજુ પાછી આવવાની બાકી છે.
નોરાએ લખ્યું, "હેલો મિત્રો, આખરે હું કોરોના નેગેટિવ થઈ ગઈ છું. તમારી પ્રાર્થનાઓ માટે આપ સૌનો આભાર. જેમણે મને સુંદર સંદેશો મોકલ્યા છે તેમનો આભાર. મારા માટે આ ખૂબ જ મુશ્કેલ સમય રહ્યો છે. હું ટૂંક સમયમાં કામ પર પરત આવીશ કારણ કે પહેલા મારે મારી શક્તિ અને ઉર્જા પાછી લાવવી પડશે. આ નવા વર્ષમાં હું તાકાત સાથે કામ કરવા માંગુ છું. તમે બધા લોકો સુરક્ષિત રહો."
જ્યારે નોરા કોરોના પોઝિટિવમાં આવી ત્યારે તેના વિશે એવી અફવા ફેલાઈ હતી કે અભિનેત્રીએ તાજેતરમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી, જેમાં તે ઘણા લોકોના સંપર્કમાં આવી હતી. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા ઘણા સમય પહેલાના છે. આ અંગે સ્પષ્ટતા કરતા નોરાના પ્રવક્તાએ કહ્યું હતું કે નોરાની સ્પોટિંગની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ પહેલાની ઇવેન્ટની તસવીરો છે અને નોરા તાજેતરમાં ક્યાંય બહાર ગઈ નથી.
ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોશી સહિત કઈ ત્રિપુટી થઈ કોરોના સંક્રમિત? જાણો વિગત
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. ત્યારે બોલીવૂડની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોશી, એક્ટર હેમાંગ દવે અને મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અંગે માહિતી આપી છે. તેણે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હું અત્યારે કોવિડ પોઝીટીવ છું અને ડોક્ટરે મને મહેનત ન કરવાની સૂચના આપી છે. દીક્ષા હવે તેના ઘરે અલગ છે અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી રહી છે. તેના ઉદ્યોગના ઘણા મિત્રો અને સહકર્મીઓ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. વ્યવસાયિક રીતે, દીક્ષા જોશીએ તાજેતરમાં ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદીની રિલેશનશિપ ડ્રામા ફિલ્મ 'લકીરો' માટે કામ કર્યું છે. આ ફિલ્મમાં રૌનક કામદાર, શિવાની જોશી, નેત્રી ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં છે. વધુમાં તે ચંદ્રેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત અનટાઈટલ્ડ લવ સ્ટોરીમાં જોવા મળશે. આ ફિલ્મમાં ગૌરવ પાસવાલા, એશા કંસારા અને અન્ય કલાકારો છે.
ગુજરાતી એક્ટર હેમાંગ દવેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હેમાંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતે પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. તેમે કહ્યું હતું, 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવે. એવા કોઈ લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો.' હેમાંગ દવે 'મેડલ' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને ધવલ શુક્લએ ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં મૌલિક નાયક, જયેશ મોરે, કિંજલ રાજપ્રિયા છે.
આ સિવાય 'છેલ્લો દિવસ' ફૅમ એક્ટર મિત્ર ગઢવીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મિત્ર ગઢવીએ સોશિય મીડિયા પર આ જાણકારી આપી છે. 'હેલ્લો, પહેલી જાન્યુઆરીએ મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવું વર્ષ, નવા પડકારો. મને લાગે છે કે મને તાવ, બેક પેઇન, ગળામાં દુખાવો અને મને ખ્યાલ નથી કે હળવા લક્ષણો છે કે નહીં, તો મહેરબાની કરીને તમે જાતે કંઈ પણ ધારી ના લેતા કે હું આમ કહેવા માગું છું. હાલમાં મારી તબિયત ઠીક છે અને હું આઇસોલેટેડ છું. મારા ડૉક્ટરે આપેલા તમામ પ્રોટોકોલનું પાલન કરું છું. સાવેચત રહો. માસ્ક પહેરો.'