Parineeti Chopra Trolled For Her Attitude: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી હતી. તે દરમિયાન પાપારાઝીએ તેનું ઘણું કવર કર્યું અને તેને લાઈમ લાઈટમાં રાખી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર પરિણીતીની ખૂબ ચર્ચા થઈ હતી. બીજી તરફ, જ્યારે પરિણીતી હાલમાં જ એક ખાસ જગ્યાએ પહોંચી ત્યારે પેપ્સને જોઈને તે ખૂબ જ ચિડાઈ ગઈ હતી.


પરિણીતી ચોપરા પાપારાઝીથી ચિડાઈ ગઈ!


હકીકતમાં પરિણીતી ચોપરા એક ઈવેન્ટમાં પહોંચી હતી. સિમ્પલ કુર્તા અને પલાઝો પહેરેલી અભિનેત્રી જ્યારે ઈવેન્ટની અંદર પ્રવેશી રહી હતી ત્યારે પાપારાઝી પણ તેની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પરિણીતી આ રીતે આવશે અને તેમને ક્લિક કરશે. પરંતુ પરિણીતીએ પેપ્સ જોતાં જ તેનો મૂડ બગડી ગયો હતો. આ દરમિયાન પરિણીતી ચિડાઈ ગઈ અને બોલી - અરે યાર, બસ.


પરિણીતી સોશિયલ મીડિયા પર થઈ બરાબરની ટ્રોલ


હવે પરિણીતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને લોકો પરિણીતીના વલણ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. આ દરમિયાન ઘણા લોકો પરિણીતીને અહંકારી કહેતા જોવા મળ્યા હતા. તો કેટલાકે કહ્યું હતું કે, તે કોઈ જ કારણ વગર આ પ્રકારનું વલણ દાખવી રહી છે. તો કોઈએ કહ્યું હતું કે, એવા સેલિબ્રિટીનું કવરેજ જ ના કરવું જોઈએ જે મોઢા બગાડે છે. આ વીડિયોમાં પરિણીતી તેના આ પ્રકારના એટિટ્યૂડના કારણે ભારે ટ્રોલ થઈ રહી છે.






પરિણીતીના આ પ્રકારના વર્તન પર એક યુઝરે લખ્યું હતું કે - જ્યારથી તેની સગાઈ થઈ છે ત્યારથી પરિણીતી પોતાની વીંટીને લઈને શો ઓફ કરતી રહે છે. તો અન્ય એકે લખ્યું હતું કે- પહેલા મીડિયાને બોલાવો અને પછી તેમને ભગાડો. તો કોઈએ કહ્યું- તું કઈ એટલી મોટી સેલિબ્રિટી નથી જેટલો કે તુ એટીટ્યૂડ બતાવી રહી છે. તો એક યુઝરે લખ્યું- પહેલા હું તેને લાઈક કરતી હતી, પરંતુ પરિણીતીને આ રીતે જોઈને હવે હું તેને નફરત કરું છું. એક યુઝરે લખ્યું - તેના લગ્નમાં પણ ક્લિક ના કરતા. તો કોઈએ લખ્યું- જ્યારે તમે કમ્ફર્ટેબલ જ નથી તો પછી મીડિયાને બોલાવો છો જ કેમ? 


ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢાએ સગાઈ કરી લીધી હતી. ખાસ મિત્રો અને ગણતરીના મહેમાનોની હાજરીમાં જ બંને સગાઈની વિધિ પુરી કરી હતી. પરિણીતીની સગાઈની ઘટનાએ ભરે ચર્ચા જગાવી હતી. બંને ટુંક સમયમાં જ લગ્નના બંધને બંધાવવા જઈ રહ્યાં છે. 


https://t.me/abpasmitaofficial