Parineeti Raghav Wedding Card: બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા અને આપ સાંસદ રાઘવ ચડ્ઢાના લગ્નનું આમંત્રણ કાર્ડ સામે આવ્યું છે. હવે બંનેના લગ્નની ઓફિશિયલ તારીખ સામે આવી છે. જે મુજબ આ કપલ 24 સપ્ટેમ્બરે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાશે. પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાના લગ્નના તમામ કાર્યક્રમો ઉદયપુરની હૉટેલ લીલા અને તાજ લેક પેલેસમાં યોજાશે.



Parineeti Raghav Wedding Card: 24 સપ્ટેમ્બરે 4 વાગે લગ્ન, રાત્રે રિસેપ્શન, પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની લગ્નની કંકોત્રી આવી સામે


ક્યારે યોજાશે લગ્નનું ફન્ક્શન ?
પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાના લગ્નના કાર્ડ મુજબ, કપલના લગ્નના ફંક્શન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24 સપ્ટેમ્બર સુધી ચાલશે. અહીં લગ્નના કાર્યોની સંપૂર્ણ લિસ્ટ આપ્યુ છે, જુઓ....


ચૂડા સેરેમની- 23 સપ્ટેમ્બર, સવારે 10:00 કલાકે
સંગીત- 23 સપ્ટેમ્બર, સાંજે 7:00 કલાકે
વરમાળા- 24 સપ્ટેમ્બર, બપોરે 3:30 કલાકે
સાત ફેરા- 24મી સપ્ટેમ્બર, સાંજે 4:00 કલાકે
વિદાય- 24મી સપ્ટેમ્બર, સાંજે 6:30 કલાકે
રિસેપ્શન- 24 સપ્ટેમ્બર, રાત્રે 8:30 કલાકે










13 મેએ કપલે કરી હતી સગાઇ 
તમને જણાવી દઈએ કે રાઘવ ચડ્ઢા અને પરિણીતી ચોપડાના લગ્નના સમાચાર છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યા હતા. તેમના લગ્નને લઈને ખુબ ચર્ચા હતી. આ કપલે આ વર્ષે 13 મેએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી હતી, ત્યારથી ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.


આ છે પરિણીતી ચોપડાનું વર્કફ્રન્ટ - 
પરિણીતી ચોપડાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લીવાર અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'ઊંચાઈ'માં જોવા મળી હતી. હવે તે અમરસિંહ ચમકીલાની બાયૉપિક 'ચમકીલા'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ઇમ્તિયાઝ અલીએ કર્યું છે જેમાં પરિણીતી ચોપડા સાથે દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં દિલજીત અમરસિંહ ચમકીલાનું પાત્ર ભજવશે. ફિલ્મનું ટ્રેલર 30 મેએ રિલીઝ કરવામાં આવ્યું છે. 'ચમકીલા' આવતા વર્ષે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે.