પાયલે ટ્વીટ કરીને લખ્યું કે, ‘મિસ્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ મે એક જાણીતી પોર્ટલને આ ઘટના અંગે ઈન્ટરવ્યૂ આપ્યું હતું અને બાદમાં મને ખબર પડી કે તેને તેના માટે ખુદ કશ્યપ પાસે પરમિશનની જરૂર હતી. ભારત, જો હું ફાંસી પર લટકેલી સ્થિતિમાં મળી આવું તો, યાદ રાખજો કે મે આત્મહત્યા નહીં કરી હોય.’
પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘તેણે મને અનફન્ફર્ટેબલ ફીલ કરાવ્યું છે. જે પણ થયું તે નહોતું થવું જોઈતું. કોઈ તમારી પાસે કામ માંગવા આવ્યું છે તો તેનો મતલબ એ નથી કે, તે કોઈ પણ વસ્તુ માટે તૈયાર છે. તે મને અત્યારે પરેશાન કરે છે.’ સૂત્રો અનુસાર, અનુરાગ વિરુદ્ધ આઈપીસી સેક્શન 376, 354, 341, 342 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.