મુંબઈ: એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકને બોમ્બે હાઈકોર્ટમાં રાહત મળી નથી. હાઈકોર્ટે આજે સુનાવણી ટાળી દીધી છે. હાઈકોર્ટમાં હવે જામીન અરજી પર 29 સપ્ટેમ્બરે સુનાવણી થશે. રિયા અને શોવિકે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.


નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)એ ડ્રગ્સ કેસમાં 9 સપ્ટેમ્બરે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. તેના પહેલા રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીની એનસીબીએ ધરપકડ કરી હતી. આ મામલે લગભગ 20 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, રિયા અને શોવિક ન્યાયિક કસ્ટડીમાં છે.

રિયાએ જામીન અરજીમાં શું કહ્યું ?

રિયા ચક્રવર્તીએ જામીન અરજીમાં કહ્યું કે, તે નિર્દોષ છે અને એનસીબી જાણીજોઈને તેના પર અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવી રહી છે.

રિયાએ કહ્યું કે, તે માત્ર 28 વર્ષની છે અને એનસીબીની તપાસની સાથે સાથે પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની ત્રણ તપાસ અને સમાનાંતર મીડિયા ટ્રાયલનો સામનો કરી રહી છે.

સુશાંતને લઈને શું કર્યો દાવો

ચક્રવર્તીએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, સુશાંત માદક પદાર્થ ખાસ કરીને ગાંજાનું સેવન કરતો હતો અને તે ત્યારથી સેવન કરી રહ્યો હતો જ્યારે તે બન્ને સંબંધમાં પણ નહોતા.
તેમણે કહ્યું કે, તે ક્યારેક તેના માટે ઓછી માત્રામાં માદક પદાર્થની ખરીદી પણ કરી હતી અને ઘણીવાર તેના માટે ચૂકવણી કરી હતી, પરંતુ તે ક્યારેય પણ ડ્રગ્સ ગેંગની સભ્યો રહી નહોતી. અરજીમાં કહ્યું કે, અરજીકર્તા નિર્દોષ છે અને તેણે કોઈ ગુનો કર્યો નથી.

એક્ટ્રેસે કહ્યું કે, તેને એનડીપીએસ અધિનિયમ ધારા 27 -એ હેઠળ ખોટી રીતે ફસાવવામાં આવી છે તેની પાસેથી કોઈ માદક પદાર્થ જબ્ત કરવામાં આવ્યું નથી અને એનસીબી તમામ આરોપીઓ પાસે માત્ર 59 ગ્રામ માદક પદાર્થ જપ્ત કરવામાં સફળ રહી, એવામાં તેની જામીન પર રોક લગાવવાનો નિયમ તેના પર લાગુ પડતો નથી.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ