મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના બ્રાન્દ્ર સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તેના મૃત્યુને લઇને અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. હવે એક્ટ્રેસ પાયલ રોહતગીએ સુશાંતની મોતને આત્મહત્યા નહીં પણ એક મર્ડર તરીકે ગણાવ્યુ છે.

એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને સ્પષ્ટ કર્યુ છે, જેમાં તે કેટલાક લોકો વિરુદ્ધ ગંભીર આરોપો લગાવતી દેખાઇ રહી છે. એક્ટ્રેસ વીડિયોમાં કહે છે કે જેટલુ હું સુશાંત સિંહ રાજપૂતના નિધન વિશે વાંચુ છુ, એટલો મને ગુસ્સો આવે છે.... સુશાંત સિંહ રાજપૂતનું મર્ડર કરવામાં આવ્યુ છે, આ એક સુસાઇડ નથી પણ મર્ડર છે.



પાયલે આગળ સુશાંત સિંહના સાયકીયટ્રીસ્ટ વિશે વાત કરતા કહ્યું કે, હું તેમને જાણુ છુ. હું મારા એક ફ્રેન્ડના કહેવા પર તેમને મળી હતી. જેમને સુશાંત સિંહ રાજપૂતની એક ફિલ્મ પણ નિર્દેશિત કરી છે. ઇન્ટરનેટ પર સાયકીયટ્રીસ્ટનો રિપોર્ટ પણ અવેલેબલ છે. જેમાં કહેવાયુ છે કે તેમને સુશાંતના બાયપોલર ડિસઓર્ડરનો ઇલાજ કર્યો, પણ ડૉક્ટરની પાસે જે પણ ડિપ્રેશન વાળો આવે છે, તે તેનો ઇલાજ બાયપૉલર ડિસઓર્ડરનો જ કરે છે. હું ખુદ પણ તેમની પાસે ગઇ હતી અને તેમની દવાઓથી લોકો વધારે ડિપ્રેસ થઇ જાય છે. એક્ટ્રેસ પાયલ રોહતગીએ સુશાંતના સાયકીયટ્રીસ્ટ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.



પાયલે આગળ સોનમ કપૂને લઇને કહ્યું કે તેને મને બ્લૉક કરી દીધી છે. મતલબ મારા વીડિયો તેની પાસે પહોંચ્યા છે.. સોનમ જે કર્મની વાત કરે છે, તેને હુ કહી દઉં કે કર્મ વિશે તો તેને ત્યારે ખબર પડશે, જ્યારે લોકો તેની ફિલ્મ થિયેટરમાં જોવા નહીં જાય.



આ વીડિયો શેર કરતાં પાયલે કેપ્શનમાં લખ્યું- સુશાંત સિંહ રાજપૂતનુ મર્ડર થયુ હતુ.... આ વીડિયો પર કૉમેન્ટ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સુશાંતના નિધન બાદ સોશ્યલ મીડિયા પર નેપૉટિઝ્મને લઇને ચર્ચા જોરશોરમાં ચાલુ થઇ ગઇ છે.