અભિનેતી અમૃતા રાવે બૉલીવુડના જરૂરિયાતમંદ સ્ટાર્સ માટે મદદનો હાથ લંબાવ્યો છે. અમૃતા રાવે માર્ચથી જુલાઇ સુધી પોતાના ભાડુઆતોનુ ભાડુ માફ કરવાનો નિર્ણય લીધો છે, કેમકે દેશવ્યાપી લૉકડાઉનની વચ્ચે લોકો આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે.
આને લઇને અમૃતા રાવે કહ્યું- અમારા કેટલાક ભાડુઆત એક્ટિંગ અને સિનેમેટોગ્રાફી ફ્રિલાન્સર તરીકે કામ કરી રહ્યાં છે, જેમની કોઇ નક્કી માસિક આવક નથી હોતી. આમાંથી કેટલાક પાછા પોતાના વતન ચાલ્યા ગયા છે. એટલે મને લાગ્યુ કે જે સંભવ છે તેટલી તેમની મદદ કરુ.
જોકે, તેમને એ પણ કહ્યું કે જે ભાડુઆત ફ્લેટમાં રહી રહ્યાં છે, અને જેમની નોકરી નથી ગઇ, તેમને ભાડાની ચૂકવણી કરવી જોઇએ અને મકાન માલિકને પરેશાન ના કરવા જોઇએ. તેઓએ કોરોના વાયરસના નામનુ બહાનુ ના બનાવવુ જોઇએ. આ સમસ્યા પણ લૉકડાઉનમાં ખુબ વધી ગઇ છે. અમૃતા રાવ છેલ્લીવાર નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ફિલ્મ ઠાકરેમાં જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી અમૃતા રાવ સિવાય બૉલીવુડના અન્ય સેલેબ્સ પણ આ મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોની મદદે આવ્યા છે. આમાં અક્ષય કુમાર, સલમાન ખાન, સોનુ નિગમ જેવા સ્ટાર સામેલ છે.