પણજીઃ અભિનેત્રી પૂનમ પાંડેના પતિ સેમ બૉમ્બેની ગોવામાં ધરપકડ કરી લેવામાં આવી છે. પૂનમ પાંડે પોતાના પતિ વિરુદ્ધ મારપીટ અને ડરાવવા-ધમકાવવાની ફરિયાદ નોંધાવી હતી. તાજેતરમાંજ એક્ટ્રેસ પૂનમ પાંડેએ સેમ સાથે લગ્ન કર્યા હતા, આની તસવીર સોશ્યલ મીડિયા પર શેર પણ કરી હતી.

પોલીસે જણાવ્યુ કે, આ ઘટના દક્ષિણ ગોવાના કેનાકોના ગામમાં થઇ હતી, જ્યાં પૂનમ પાંડે એક ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી.



કૈનાકોના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તુકારામ ચાવ્હાણે કહ્યું કે, પૂનમ પાંડેએ સોમવારે મોડીરાત્રે ફરિયાદ નોંધાવી કે તેના પતિ સેમ બૉમ્બેએ તેની સાથે મારપીટ કરી, અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. તેની પોલીસે ધરપકડ કરી લીધી છે, તને કહ્યું કે પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.


કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ