અગાઉ એક્ટ્રેસ પર ગોવાના બીચ અશ્લીલ વીડિયો શૂટ કરવાનો પણ આરોલ લાગ્યો હતો, આ કારણે તે વિવાદોમાં પણ આવી હતી.
એક્ટ્રેસ પૂનમ પાંડે અનુસાર, તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં પૂનમ પાંડેએ આ વાતનો ખુલાસો કર્યો છે. પૂનમ પાંડેનુ કહેવુ છે કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવાના કારણે તે ખુબ ચિંતિત છે, કેમકે તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, એકાઉન્ટ હેક કરવાથી તેને ફોલોઅર્સને ખોટી રીતે દુર કરવામાં આવી રહ્યાં છે.
પૂનમ પાંડેને એ વાતથી ગભરાઇ છે કે, કોઇ તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ખોટી રીતે ઉપયોગ ના કરી લે. હાલ તે અધિકારીઓનો કૉન્ટક્ટ કરવાની કોશિશ કરી રહી છે, જેથી તેનુ એકાઉન્ટ પાછુ મળી જાય. હાલ પૂનમ પાંડેના ફોલોઅર્સ અને તેના ફેન્સે તેને ટ્વીટર પર જોઇને કરી લીધા છે. પૂનમ પાંડે પોતાના ફેન્સને રિક્વેસ્ટ પણ કરી છે કે તે જુના એકાઉન્ટ પરથી આવનારી કોઇપણ પૉસ્ટ પર કોઇ રિએક્શન ના આપે.