આ ખબરની પુષ્ટિ કરવા માટે એબીપી ન્યૂઝે રણબીર કપૂરના કાક અને અભિનેતા રણધીર કપૂરને ફોન કર્યો, તો તેમને આ ખબરની પ્રામાણિકતાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને આ ખબરને પુરેપુરી ખોટી ગણાવી.
રણધીર કપૂરે એબીપી ન્યૂઝને કહ્યું- ના, એવુ કંઇજ નથી, આ ખબરમાં કોઇ દમ નથી. જો રણબીર અને આલિયાની સગાઇ થવાની હોય તો પરિવારના બાકીના લોકો પણ ત્યાં હોય ને. રણબીર, આલિયા, નીતૂ ત્યાં વેકેશન મનાવવા અને નવા વર્ષનો જશ્મ મનાવવા ગયા છે, આ સિવાય બીજી કોઇ વાત નથી.
કપૂર પરિવારના એક અન્ય સભ્યએ પણ રણબીર અને આલિયાની સગાઇની ખબરને ખોટી ગણાવી, અને કહ્યું કે, તે તમામ ત્યા વેકેશન એન્જૉય કરવા ગયા છે. સુત્રોએ કહ્યું - સગાઇની ખબર ગપ્પા સિવાય બીજુ કાંઇ નથી.
(ફાઇલ તસવીર)
એબીપી ન્યૂઝે આલિયા ભટ્ટની મા અને અભિનેત્રી સોની રાજદાનનો પણ સંપર્ક સાધ્યો, પણ તેમને આ ખબરને લઇને કોઇપણ પ્રકારની પુષ્ટી કે પછી ઇનકાર કરવાની મનાઇ કરી દીધી. તેમને કહ્યું- હું આ વિશે કોઇ ટિપ્પણી કરવા નથી માંગતી.
ઉલ્લેખનીય છે કે એબીપી ન્યૂઝે જ્યારે આલિયા ભટ્ટની ટીમ સાથે આ ખબર માટે સંપર્ક કર્યો તો ટીમે પણ આલિયાની ત્યાં રજાઓ ગાળવા અને નવા વર્ષનો જશ્ન મનાવવાની વાત કહી, અને સગાઇની વાતને ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રણબીર કપૂરે પત્રકાર રાજીવ મસંદને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, આ વર્ષે જો કૉવિડ-19 મહામારી ના આવી હોય તો આલિયાની સાથે લગ્ન કરી ચૂક્યો હોત.