Preity Zinta On Salman Khan: પ્રીતિ ઝિન્ટા બૉલીવૂડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રી રહી છે. તેણે 90ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી અને દર્શકોના દિલ પર રાજ કર્યું. અભિનેત્રીએ સલમાન ખાન સાથે ઘણી ફિલ્મો પણ કરી હતી અને વાસ્તવિક જીવનમાં બંને સ્ટાર્સ વચ્ચે ખૂબ જ સારી બૉન્ડિંગ છે. આ બધાની વચ્ચે પ્રીતિએ અભિનેતાને તેના 59માં જન્મદિવસ પર સલમાન ખાનના X એકાઉન્ટ પર પૉસ્ટ કરીને જન્મદિવસની ખાસ શુભેચ્છા પાઠવી હતી.
પ્રીતિ ઝિન્ટાએ સલમાન ખાનને ખાસ અંદાજમાં બર્થડે કર્યુ વિશ - સલમાન ખાનના ખાસ દિવસે પ્રીતિ ઝિન્ટાએ તેના એક્સ એકાઉન્ટ પર તેના અંગત આલ્બમમાંથી સલમાન ખાન સાથેની પોતાની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી હતી. તેણે એક સુંદર મેસેજ પણ લખ્યો, સલમાન ખાનને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા, પ્રીતિએ લખ્યું, “હેપ્પી બર્થ ડે સલમાન ખાન, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે હું તને સૌથી વધુ પ્રેમ કરું છું. બાકી હું તમારી સાથે વાત કરીશ ત્યારે કહીશ.. અને હા, અમને વધુ તસવીરોની જરૂર છે, નહીં તો હું એ જ જૂના ફોટા પૉસ્ટ કરતી રહીશ! ટીંગ.”
શું પ્રીતિએ સલમાન ખાનને કર્યુ છે ડેટ ? સલમાન ખાન માટે પ્રીતિની બર્થડે પૉસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના પર ફેન્સ પણ જોરદાર કૉમેન્ટ કરી રહ્યા છે. વળી, એક ચાહકે અભિનેત્રીને પૂછ્યું કે શું તેણીએ ક્યારેય ઑફ-સ્ક્રીન સલમાન ખાનને ડેટ કરી છે? ચાહકે પૂછ્યું હતું કે, શું તમે બંને ક્યારેય ડેટ કર્યુ છે? ફેન્સના આ સવાલનો અભિનેત્રીએ ફની અંદાજમાં જવાબ આપ્યો. પ્રીતિએ લખ્યું, “ના, બિલકુલ નહીં! તે મારો પરિવાર છે, મારો સૌથી નજીકનો મિત્ર છે અને મારા પતિનો મિત્ર પણ છે... જો તમને આશ્ચર્ય થાય તો માફ કરશો!”
ધૂમધામથી સેલિબ્રેટ થયો સલમાન ખાનનો બર્થડે - આ દરમિયાન સલમાને તેની બહેન અર્પિતાના ઘરે પોતાનો જન્મદિવસ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો, જેમાં બી ટાઉનના ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો. આ પછી સુપરસ્ટાર તેના નજીકના મિત્રો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ દ્વારા આયોજિત તેના ભવ્ય જન્મદિવસની ઉજવણી માટે જામનગર જવા રવાના થયો હતો. સલમાન ખાનનો જન્મદિવસ અહીં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
સલમાન ખાનનું પ્રૉફેશનલ ફ્રન્ટ - પ્રૉફેશનલ ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સલમાન તેના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ સિકંદરનું ટીઝર ટ્રેલર રિલીઝ કરવાનો હતો. જોકે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે ટીઝર 27 ડિસેમ્બરે રિલીઝ થઈ શક્યું નથી. પરંતુ તે આજે રિલીઝ થશે. આ ફિલ્મ વર્ષ 2025માં ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો
કોણ છે અદ્રિજા રૉય ? જેની 'અનુપમા' સીરિયલમાં થઇ એન્ટ્રી, જાણો કોના રૉલમાં જોવા મળશે...