નવી દિલ્હીઃ દેશભરમાં લૉકડાઉનની વચ્ચે ફિલ્મ જગત સાથે જોડાયેલી સેલિબ્રિટીઓ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ ગઇ છે. ત્યારે તેનાથી એક વિરુદ્ધ સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ પ્રિયા પ્રકાસે પોતાના ઇન્સ્ટાગ્રામને ડિએક્ટિવેટ કરી દીધુ છે.

રાતો રાતે દેશભરતમાં ફેમસ થઇ ગયેલી હીરોઇન પ્રિયા પ્રકાશ વૉરિયરે અચાનક ઇન્સ્ટાગ્રામ છોડતા, તેના ફેન્સ ખુબ નિરાશ થઇ ગયા છે. જોકે, પ્રિયાએ હજુ સુધી એકાઉન્ટ કરવા અંગે કોઇ પ્રતિક્રિયા નથી આપી.

પ્રિયા પ્રકાશ વૉરિયર વર્ષ 2018માં તે સમયે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ હતી, ત્યારે તેની ફિલ્મ ઓરુ ઉદાર લવનો એકસીન સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સીનમાં પ્રિયા પ્રકાશ આંખ મારતી દેખાઇ હતી. આ સીનના કારણે એક્ટ્રેસને 1 મિલિયનથી પણ વધુ ફેન મળ્યા હતા. આ બાદ તે વિંક ગર્લના નામથી ઓળખાવવા લાગી હતી.



ભલે પ્રિયા પ્રકાશે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધુ હતુ, પણ તે કન્ટીન્યૂ ટિકટૉક પર વીડિયો બનાવતી રહે છે. તે ટિકટૉક પર ખુબ એક્ટિવ છે, તે ટિકટૉક પર ડાન્સ, લિપ સિંક અને ટિકટૉક સ્ટારની સાથે ખુબ વીડિયો પૉસ્ટ કરી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયા બૉલીવડુમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે, બૉલીવુડમાં તેને પ્રશાંત મેમ્બુલલીની ફિલ્મ શ્રીદેવી બંગલો મે જોઇ શકાશે.