મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની દુનિયાભરમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. પ્રિયંકાની તસવીર પૉસ્ટ કરતાં જ સોશ્યલ મીડિયા પર તે મિનીટોમાં વાયરલ થઇ જાય છે. આવામાં ફરી એકવાર પ્રિયંકાની એક સુંદર જુની તસવીર ઇન્ટરનેટ પર ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. ખરેખરમાં પીસીએ પોતાની 17 વર્ષની ઉંમરની એક તસવીર ઇન્સ્ટાગ્રામ શેર કરી છે. દેસીનો ટીએજ અંદાજ દેખીને બધા દિલચસ્પ રિએક્શન્સ આપી રહ્યાં છે.

પ્રિયંકાની આ પૉસ્ટ પર સોશ્યલ મીડિયા યૂઝર્સ જબરદસ્ત પ્રેમ વરસાવી રહ્યાં છે. સાથે કૉમેન્ટ બૉક્સમાં તેની સ્માઇલ અને ડ્રેસિંગ સેન્સ ખુબ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ફોટાને શેર કરતાં પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું- લીન, મીન, ઓલ ઓફ 17....



તસવીરોમાં તમે જોઇ શકો છો કે પ્રિયંકાએ બેલ બૉટમ જીન્સની સાથે જેકેટ પહેરેલુ છે. પોતાના આઉટફિટને મેચ કરતાં પ્રિયંકાએ હાઇ વેજીસ પણ પહેરેલુ છે, પ્રિયંકાના ચહેરા પર એક પ્યારી સી મુસ્કાન પણ દેખાઇ રહી છે.

પ્રિયંકા પોતાની આ તસવીર પર ફેન્સની સાથે સાથે સેલેબ્સનો પણ ખુબ પ્રેમ લઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ફેન્સ તો આ તસવીર પર ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છ, પરંતુ બૉલીવુડના જાણીતા ચેહેરાઓ પણ આના રિએક્શન્સ આપી રહ્યાં છે.