બોલિવૂડ:ફાતિમા શેખે સોમવારે તેમના જન્મદિવસનું અનોખી રીતે સેલિબ્રેશન કર્યું હતું,તેમણે કેક ચાકૂથી નહીં પરંતુ તલવારથી કાપી હતી. અનિલ કપૂર સાથે કેટ કટિંગનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કેક કટિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ફાતિમાના બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વીડિયોમાં તે બ્લૂ કલરના ડ્રેસમાં નજર આવે છે. આ અવસરે અનિલ કપૂરે ફાતિમા માટે બર્થ ડે સોન્ગ પણ ગાયું હતું


અનિલકપૂરે તસવીર શેર કરતા બર્થ ડે વિશ કર્યું
અનિલ કપૂરે બર્થ ડે સેલિબ્રેશનની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ફોટો કેપ્શનમાં તેમણે લખ્યું ‘હેપી બર્થ ડે ફાતિમા તુમ્હે બહુત સારી ખુશિયા ઔર સફલતા મિલે”

ફાતિમાએ દંગલથી કર્યું હતું ડેબ્યૂ
ફાતિમાએ ફિલ્મ દંગલથી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે કમલા હસનની ફિલ્મ “ચાચી 420”માં સહિત કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ફાતિમાએ કારર્કિદીની શરૂઆત એક ચાઇલ્ડ આર્ટિસ્ટથી કરી હતી. તે કેટલીક ટીવી સિરિયલમાં પણ કામ કરી ચૂકી છે.

હાલ તે સેક્સિજમની વાતના કારણે ચર્ચામાં રહી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે માત્ર 3 વર્ષની હતી ત્યારે તેમની સાથે છેડછાડ થઇ હતી. તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, તેમણે જ્યારે કેટલીક શરતો માનવાની મનાઇ કરી દીધી. તો તેમને પ્રોજેક્ટમાંથી દૂર કરી દેવાઇ હતી.