નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનાસ આ સમયે દેશની બહાર છે, અને પોતાના પતિ નિક જોનાસની સાથે વિતાવી રહી છે. પણ તાજેતરમાં જ કઝિન બહેન મીરા ચોપડાએ એક ચોંકાવનારી ખરબ શેર કરી છે.

મીરા ચોપડાએ ટ્વીટર પર જણાવ્યુ કે દિલ્હીમાં તેમના પિતાની સાથે લૂંટ થઇ છે.

મીરા ચોપડાએ મંગળવારે ટ્વીટ કરીને જણાવ્યુ કે તેના પિતા જ્યારે વૉક કરવા નીકળ્યા તો સ્કૂટર પર સવાર બે લોકોએ ચાકૂની નોક પર તેમનો ફોન લૂંટી લેવામાં આવ્યો. એટલુ જ નહીં તેમને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટેગ કરીને પુછ્યુ કે શું આને સુરક્ષિત શહેર કહેવામાં આવે છે.



તેને કહ્યું- દિલ્હી પોલીસ મારા પિતા જ્યારે પોલીસ કોલોનીમાં વૉક કરી રહ્યાં હતા, ત્યારે બે યુવક સ્કૂટર પર આવ્યા, તેમને મારા પિતાને ચાકૂ બતાવ્યુ અને ફોન લૂંટી લીધો. શું આ છે સુરક્ષિત દિલ્હી? અરવિંદ કેજરીવાલ અને સીપી દિલ્હી.



મીરાની આ પૉસ્ટ પર દિલ્હી પોલીસે જવાબ આપ્યો છે, તેમને લખ્યું આ મામલે તેઓ વધુ માહિતી આપે. પોલીસ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે.



ઉલ્લેખનીય છે કે, મીરા ચોપડા, પ્રિયંકા ચોપડાની કઝિન છે, મીરા ગયા વર્ષે ફિલ્મ સેક્શન 375માં જોવા મળી હતી.